Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શ્રીશ્‍યામલાલજીની હવેલીમાં જન્‍માષ્‍ટમી ઉત્‍સવ ઉજવાશે

ગુરૂવારે શયન ષષ્‍ઠી, શુક્રવારે રાજભોગ, શ્રૃંગાર તિલક, જાગરણ, ૨૦મીએ નંદમહોત્‍સવ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રની સૌંથી પ્રાચીન શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં જન્‍માષ્‍ટમીના ૈઉત્‍સવ કાર્યક્રમની રૂપારેખા આ મેુજબ છે. તા.૧૮ ગુરૂવારે સાતમના નીત્‍યદર્શન રાબેતા મુજબ શયનમાં ષષ્‍ઠીનો ઉત્‍સવ સાંજે ૬.૩૦ કલાકે, તા.૧૯ના ગુરૂવારે (આઠમના) મંગળાઃ ૬ કલાકે, શ્રી શ્‍યામલાલજી પ્રભુને પંચામૃતઃ ૬ કલાકે, રાજભોગઃ ૧૨ કલાકે, ઉથાપનઃ ૦૬ કલાકે, ભોગ આરતીઃ ૭ કલાકે, શયનઃ ૮ કલાકે જાગરણ રાત્રે ૧૦થી ૧૧.૩૦ સુધી, શ્રીના જન્‍મ ઉત્‍સવની ઝાંખી રાત્રે ૧૨.૨૦ કલાકે રાખેલ છે. તેમજ તા.૨૦ના (નોમ) સવારે ૮.૧૫ કલાકે શ્રી શ્‍યામલાલજી પ્રભુના નંદમહોત્‍સવ પલનાની ઝાંખી થશે અને સાંજના દર્શનનો ક્રમ રાબેતા મુજબ થશે. તો સમગ્ર વૈષ્‍ણવ સૃષ્‍ટિને દર્શનનો લાભ લેવા શ્રીજયેશભાઇ હરિદાસભાઇ મુખિયાજી તરફથી નિમંત્રણ અપાયું છે. સ્‍થળઃ શ્રીશ્‍યામલાલજીની હવેલી (જૂની સદરની હવેલી) પંચનાથ મંદિર મેઇન રોડ જય સીયારામ ભગત પેંડાવાળાની સામે રાજકોટ મો. ૮૫૧૧ ૭૬૩૭૬૩

(3:19 pm IST)