Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ખંડણીના ગુનામાં પકડાયેલ આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર

રાજકોટ,તા. ૧૬ : ખંડણીના ગુનામાં જેલ રહેલ થાનગઢના રહેવાસી કનુભાઇ કરપડાની ચાર્જશીટ બાદ રજુ થયેલ જામીન અરજીને રાજકોટના ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ જજે રદ કરી હતી.

કુવાડવાના રહેવાસી મોહનભાઈ ઠાકરશીભાઈ ઢોલરીયા એ કુવાડવા પો.સ્ટે.માં ગુનો નોંધાવીને જણાવેલ છે કે,ગત તારીખ ૧૩-૨-૨૦૨૧ નારોજ સાંજના પાંચેક વાગ્યાનાઅરશામા કનુભાઈ ધીરૂભાઈ કરપડા રહે. થાનગઢ વાળા જે અમો મોહનભાઈ ઠાકરશીભાઈ ઢોલરીયા કુવાડવા ગામમાં દુકાને આવેલ હતો અને એક ચિઠ્ઠી અમો ફરીયાદી ને આપેલ હતી અને તુરંત જ નિકળી ગયેલ હતો જેથી તે ચિઠ્ઠી અમો ફરીયાદી એ વાંચેલ હતી અને તેમા મને ધમકી અપાયેલ જણાયેલ ચિઠ્ઠીમા એવુ લખેલ છે કે '૧૦૦ વાતની વાતની એક વાત તમારી બઉ પેલા તમે હાજર હતા અને મારા બાપુનુ ફુલેકુ ગામમા નિકળ્યુ હતુ એ તમને જરૂર યાદી હશે અને એજ મારા બાપુ અને મને કેતા ગયા છે હવે મારા ફુલેકા જેને જોયા છે એમની જીંદગી બગાડી નાખજે અને પોઈન્ટની વાત તમારે એક દિકરો અને એનો એક જાજી વાતુના ગાડા ભરાય એમા બધુ સમજી જાવાનું આમંત્રણ, લી.શ્રી કનુભાઈ ૭૦૬૯૪ ૧૩૮૨૩'તેવુ લખાણ ચિઠ્ઠીમાં હતુ એ પછી બીજે દિવસે અમો ફરીયાદી એ આ કનુભાઈ કરપડાને રહે. થાનગઢ વાળા ને ફોન કરેલ હતો અને વાત કરેલ ત્યારે કનુભાઈ કરપડાએ જણાવેલ કે, પાંચ જણાને ચિઠ્ઠી આપેલ છે તમે આજે ફોન કર્યો એટલે તમારે ખાલી ૩ લાખ આપવાના છે બીજા બધા પાસેથી (૫) પાંચ લાખ લેવાના છે.

આ પછી ત્રણેક દિવસ પછી ફરીવાર આ કનુભાઈ કરપડાનો ફોન આવેલ હતો અને તેણે જણાવેલ હતુ કે મારે ત્રણ લાખ રૂપિયા આવતી આઠ તારીખે જ જોઈએ તમારે જે વ્યવસ્થા કરવી હોય તે કરી નાખજો ત્યારબાદ તારીખ ૮-૩-૨૧ ના સવારના અગયારેક વાગ્યાના અરશામા મે કનુભાઈ કરપડાને ફોન કરેલ હતો અને જણાવેલ કે આ પૈસા કઈ રીતે આપવાના જેથી કનુભાઈ કરપડાએ જણાવેલ કે, પી.એમ.આંગડીયા પેઢી સોની બજારમાં આવેલ છે ત્યાં જમા કરાવી દેજો અને મારા નામે થાન મોકલાવી દેજો તેવું જણાવેલ હતુ જેથી આગણીયામાં પૈસા મોકલાવેલ હતા.ત્યારબાદ બીજીવાર ફરીવાર ૩૫,૦૦૦/- લેવા માટે આ કનુભાઈ એ તેમનો માણસ હરદિપભાઈ કાથળભાઈ ગીગેયા રહે. થાનગઢ વાળા ને મોકલેલ અને તેને અમો ફરીયાદી રકમ ચુકવેલ હતી. આમ અમ કુલ રકમ ૩,૩૫,૦૦૦-૦૦ અંકે રૂપિયા ત્રણ લાખ પાત્રીસ હજાર ની અમો ફરીયાદી પાસે ખંડણી લીધેલ હતી.

આ અંગે ફરીયાદી એ કુવાડવા રોડ, પોલીસ સ્ટે. રાજકોટ આ આરોપી કનુભાઈ કરપડા તેમજ હરદિપભાઈ કાથડભાઈ ની સામે આઈ.પી.સી.ની કમલ ૩૮૬, ૫૦૬(૨) ૧૧૪ મુજબ નો ગુનો નોધાવેલ હતો.ગુનાના કામે પોલીસ અધિકારી એ કનુભાઈને પકડીને કોર્ટે હવાલે કરતા કોર્ટ દ્વારા આરોપી કનુભાઈ ને જેલ હવાલે કરેલ, ત્યારબાદ કનુભાઈ એ જામીન અરજી નામ. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રી સમક્ષ ગુજારતા તે જામીન અરજી કોર્ટએ રદ કરેલ.ત્યારબાદ ચાર્જસીટ બાદ આ કનુભાઈ એ ફરીવાર ચાર્જેસીટ બાદ જામીન અરજી ગુજારેલ હતી. તેમા કોર્ટ એ બન્ને પક્ષોનો રજુઆત ધ્યાને તેમજ ફરીયાદ પણ ના એડવોકેટ શ્રી સંજયભાઈ એચ. પંડયા એ રજુ રાખેલ પુરાવા ને ધ્યાને લઈને આ કનુભાઈ કરપડાની જામીન અરજી રદ કરેલ હતી.

આ કેસમાં સરકાર પક્ષે અનીલ ગોગીગા મુળ ફરીયાદી તરફે સંજય પંડયા મનીષ પંડયા,રવી ધ્રુવ,ક્રિપાલસિંહ જાડેજા,ઈશોંદ શેરસીયા,જયદેવસિંહ ચૌહાણ તથા વનરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:25 pm IST)