Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પત્નિની ભરણ પોષણની અરજી કોર્ટે ફગાવી દીધીસગીર પુત્રીને માસિક રૂ. આઠ હજાર ચુકવવા આદેશ

રાજકોટ તા. ૧૬ :.. પરણીતા કાંઇ કમાતી ન હોવા છતાં પણ પરણીતાની ભરણ પોષણની માંગ કરતી અરજી ફેમીલી કોર્ટે રદ કરી હતી.

અત્રે એરપોર્ટ રોડ પર આવેલ એકઝામ નગર સોસાયટીમાં રહેતી પરણીતા શકીનાબેનના નિકાહ રાજકોટમાં જ કાશી વિશ્વનાથ પ્લોટમાં રહેતા હુસેનભાઇ કપાસી સાથે સને ર૦૦૮ ની સાલમાં થયેલ હતા અને આ લગ્ન જીવનથી તેઓને એક પુત્રી સંતાનનો જન્મ થયેલ હતો અને લગ્ન બાદ પરણીતા તેના સાસરામાં રહેવા ગયેલ હતી.

આ પછી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે પોતાના પતિ પાસેથી રાજકોટની ફેમીલી કોર્ટમાં પોતાના અને સગીર સંતાનના ભરણ પોષણની માંગ કરતી અરજી કરેલ હતી અને અરજીની વિગતે તેના પતિના કહેવા મુજબ પતિ-પત્ની ના તલ્લાક થઇ ગયેલ છે પરંતુ આ તલાક છેતરપીંડી કરી તેના પતિએ કરાવી લીધેલ છે અને તલાકનામું ઉર્દુ ભાષામાં હોઇ તેમાં શું લખેલ છે તેની તેને સમજ નથી અને તૈયાર તલાકનામા તેને અંધારામાં રાખી અને સહી લઇ લેવામાં આવેલ છે તે વિગત સાથે પતી પાસેથી ભરણ પોષણની માંગ કરી અરજી દાખલ કરેલ હતી.

આ કેસ દલીલ પર આવતાં પતિના વકીલ શ્રી અંતાણીએ અદાલતમાં દલીલ કરેલ કે પરણીતાનો આક્ષેપ  છે કે તેને છેતરપીંડીથી જો તલાકનામા સહી લેવામાં આવેલ છે તો આજ દિવસ સુધી તેણે આ બાબતે કોઇ કાર્યવાહી કેમ કરેલ નથી ? આનાથી જ સાબીત થાય છે કે પરણીતા પહેલેથી જાણતી હતી કે તેના તલાક થઇ ગયેલ છે અને તલાક વખતે રકમ મળી ગયેલ હોઇ હવે તે આ અરજી લાવવા હકકદાર બનતી નથી.

પતીના વકીલ શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ અને રાજકોટની ફેમીલી કોર્ટે પરણીતા શકીનાબેન પુરતી અરજી રદ કરવાનો તથા સગીર પુત્રીને હુકમની તારીખથી એટલે કે ૧૩-૧૦ થી પિતાએ માસીક રૂ. ૮૦૦૦ ભરણ પોષણના ચુકવવા તેવો હુકમ કરેલ હતો અને વિશેષમાં એવો પણ હુકમ કરેલ કે વચગાળામાં ભરણ પોષણમાં ભરેલ રકમ પતીને મજરે અપાશે નહીં.

ઉપરોકત કેસમાં તમામ સાસરીયાઓ વતી એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન એમ. કુરેશી રોકાયેલ છે.

(4:32 pm IST)