Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં 'આપ' જોશભેર મેદાનેઃ બેઠકોનો દૌર શરૂ

પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરી-શિક્ષણધામમાંથી બદી દુર કરવાના ઉદેશ સાથે : આગેવાનોને જવાબદારી સોંપતા ઇન્ચાર્જ રાજભા ઝાલા, રાહુલ ભુવા, રાકેશ સોરઠીયા, સંજયસિંહ વાઘેલા સહિતતાને મહત્વની જવાબદારી સોંપાઇ

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી ગુજરાત મેદાને આવી છે. ચૂંટણી સદર્ભે બેઠકોનો દોર શરૂ થયો છે.

આમ આદમી પાર્ટીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી અને શિક્ષણધામમાંથી બદીઓને દુર કરવાના ઉદેશ સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તે અનુસંધાને 'એએપી'માં ચૂંટણી અંગે આયોજન અને જવાબદારીઓ સોંપવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને યુનિવર્સિટી સેનેટ ઇલેકશનના ઇન્ચાર્જ રાજભા ઝાલાએ શહેર પ્રમુખ શિવલાલભાઇ પટેલ સાથે વિચાર-વિમર્શ કરીને ચુંટણીની સંકલન ટીમની જાહેરાત કરી છે.

જેમાં સંકલન સમિતિ રાહુલ ભુવાની આગેવાની હેઠળ કામ કરશે. જેમાં આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં શહેર મહામંત્રી સંજયસિંહ, વાઘેલા મહામંત્રી કેશવજીભાઇ પરમાર તેમજ ઝોન ઇર્ન્ચાજશ્રીઓ, વિપુલભાઇ તેરૈયા, રાકેશભાઇ સોરઠીયા ઉપરાંત ચેતનભાઇ કમાણી, ભાવેશભાઇ પટેલ, દિગ્વિજયસિંહ વાઘેલા, સુરજ બગડા, રમણ બાબરિયા, મહેન્દ્રભાઇ પઢિયાર, મોહિતભાઇ રંગાણી, ડો. પ્રદીપસિંહ ઝાલા તેમજ જયદીપસિંહ જાડેજા અને કશ્યપ ભટ્ટને જવાબદારી સોપવામાં આવી છે.

(3:16 pm IST)