Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

અક્ષર નિધિ શરાફી મંડળીમાં જમા કરાવેલ ડીપોઝીટ અંગે આપેલ ચેક રિટર્ન થતાં ફરીયાદ

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટમાં આવેલ અક્ષર નિધિ શરાફી સહકારી મંડળી લી. ના હરેશ ચાવડા, વિરૂધ્‍ધ ચેક રીટર્ન થયાની ફરીયાદ થતાં આરોપી હરેશ ચાવડાને કોર્ટમાં હાજર થવા આદેશ થયો છે.

રાજકોટમાં રહેતા ફરીયાદી દિલીપ વિસનજી ચાવડાએ અક્ષર નિધિ શરાફી સહકારી મંડળી લી. માં તેની બચત અને ફીકસ ડીપોઝીટ પેટે ઘણી મોટી રકમ જમા કરાવેલ, ત્‍યારબાદ દિલીપ વિસનજીભાઇ ચાવડાને એફ. ડી. ની રકમનો સમય પૂરો  તથા ફરીયાદીએ આરોપી હરેશ ચાવડાને તેની બચત અને એફ. ડી. ની રકમ પરત માંગતા આરોપી હરેશ ચાવડાએ જણાવેલ કે હાલ મંડળી ફડચામાં છે તેથી તમે થોડા સમય પછી તમારી રકમ ચૂકવી આપીશ તેવી ફરીયાદીએ થોડા સમય પછી ફરી વખત આરોપી હરેશ ચાવડા પાસેથી રકમ માંગતા આરોપીએ ફરીયાદીને ચેકો આપેલા અને ચેક આપતા સમયે આરોપીએ ફરીયાદીને વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે તમે આ ચેક વટાવવા નાખશો એટલે તમને તમારી લેણી રકમ મળી જશે. જેથી ફરીયાદીએ ચેક બેંકમાં નાખતા રીટર્ન થયો હતો.

ત્‍યારબાદ ફરીયાદી દિલીપ ચાવડાએ નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રમેન્‍ટ એકટ હેઠળ આરોપીને લેણી રકમ અંગેની નોટીસ આપેલ અને આ નોટીસ આપ્‍યા બાદ આરોપીએ નોટીસ જવાબ આપેલ નહી ફરીયાદીની લેણી ચૂકવેલ નહિ તેથી ફરીયાદીએ આ અંગે આરોપી વિરૂધ્‍ધ નેગોસીએશલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ તેથી કોર્ટે આરોપી હરેશ ચાવડાને કોર્ટ સમક્ષ હાજર થવાનું સમન્‍સ કાઢેલ છે.

આ કામમાં ફરીયાદી દિલીપભાઇ વિસનજીભાઇ ચાવડા વતી એડવોકેટ તરીકે બુધ્‍ધદેવ એસોસીએટસના સીનીયર એડવોકેટ નરેન્‍દ્ર ડી. બુધ્‍ધદેવ, એડવોકેટ વિષ્‍ણુ એન. બુધ્‍ધદેવ અને કુ. ડોલી એન. બુધ્‍ધદેવ રોકાયેલ છે.

(10:36 am IST)