Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ઘર નાનું હોય કે મોટું પણ જો મીઠાશ ન હોય તો માણસ તો શું કીડીઓ પણ આવતી નથીઃ પૂ.નયશેખર વિજયજી મ.સા

પાલનપુર ખાતે ચાતુર્માસ પૂર્ણ થતા જૈનમુનિશ્રીઓને ભારે હૈયે વિદાય વળામણા

રાજકોટ,તા.૧૬: પાલનપુર નગરે શ્રી તપાગચ્‍છ જૈન સંઘમાં પ્રથમવાર કલ્‍યાણકારી યશસ્‍વી ચાતુર્માસ કરનાર માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રીમદ્‌ વિજય રત્‍નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્‍યરત્‍ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા., પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા આદિ રવિવારે પાલનપુરથી અમદાવાદ તરફ વિહાર શરૂ કર્યો હતો.જેમાં પૂજય જૈનમુનિ ભગવંતોને વળાવવા માટે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા હતા.

આ પ્રસંગે પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા જણાવ્‍યું હતું કે પાલનપુર માં પ્રથમવાર આવાનું થયું.મનમાં એવું થયું હતું કે અમારા માટે ચહેરા નવા છે.પણ કહેવું પડે બાકી શુ ગજબની ભક્‍તિ ભાવ દરેક જણના ખૂબ જ સુંદર ભાવો.ચાતુર્માસ દરમ્‍યાન અનેકે વિધિ નાના-મોટા અનુષ્ઠાનો યોજાયેલ.ચાતુર્માસ પહેલા મન માં પ્ર‘ા હતો કે કેવું જશે ચોમાસુ ?પણ આજે ઉદગાર છે કે,આટલું ભવ્‍ય ચાતુર્માસ થયું.તમે અમારી કલ્‍પના કરતા વધારે આપ્‍યું છે.અમે જેટલા નજીક અમારી સાથે નથી તેટલા નજીક અમારી સાથે તમે થઈ ગયા છો.સંઘના ટ્રસ્‍ટી દિલીપભાઈ શાહ તથા લોકોએ ચાર મહિના અમને ખૂબ સાચવ્‍યા છે.પોતાના ઘર પરીવાર સ્‍વજનોની ચિંતા કર્યા વગર માત્ર અમારી ખૂબ કાળજી લીધી છે.

ચાતુર્માસ પ્રવેશથી કરીને ચાતુર્માસ પરિવર્તન સુધીનો સમય કયાં પસાર થઈ ગયો ખબર જ નથી પડી.જેમ શાષામાં મહાપુરુષોએ કીધું છે કે સમય જતા કયાં વાર લાગે છે? વ્‍યક્‍તિ ના જીવન ની દરેક ક્ષણ અને એક એક પલ નો સદઉપયોગ કરીલો કેમ કે આયુષ્‍યનો કોઈ ભરોસો નથી કોને ખબર કયારે મળત્‍યુ નું કૉલ આવી જશે.એટલા માટે બને એટલા સમાજ, રાષ્‍ટ્ર,શાસન અને માનવતાના કાર્યો કરીને આ જન્‍મને સફળ બનાવીએ.ભલે ચાતુર્માસ પૂર્ણ થાય પણ ધર્મ કરજો સો બારે માસ.ચાતુર્માસમાં સંતનું આગમન જાણે સંઘમાં વસંતનું આગમન કારતક પૂર્ણિમાનો આવે દિન વસમું લાગે સંતનું ગમન.ચાતુર્માસમાં સાધનામાં વસંત અને શેષકાળમાં પાનખર ! નહિ.ચાતુર્માસમાં ધર્મની પ્રવળત્તિ અને શેષકાળમાં નિવળત્તિ? નહિ.પૂ.શ્રીએ વધુમાં જણાવેલ કે,હવે શેષકાળમાં સંતોના ઉપકારને વાગોળજો વાવેલાં બીજને વિકસાવજો જિનવાણી શ્રવણને જીવનમાં વાવજો જ્ઞાન,દર્શન,ચારિત્ર,તપ સદા વધારજો.સાધનામાં સીંચજો જાગળતિનું જળ.સદા વધારજો ધર્મ શ્રદ્ધાનું બળ.સમ્‍યક્‌ પરાક્રમે પામશું મુક્‍તિનું ફળ પ્રાપ્ત થશે.પૂજયશ્રીને વળાવવા માટે ગ્રામજનો પણ પધાર્યા અને સૌએ રડતા હૈયે વિદાય આપી હતી.

(3:44 pm IST)