Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

મોચીબજારમાં કોમલ ઝરીયાએ ઝેરી પ્રવાહી પીધું: વ્‍યાજ માટે ત્રાસ હોવાનો આક્ષેપ

યુવતિએ કહ્યું-મારા ભાઇએ ૮૦ હજાર લીધા'તા તેની સામે રોજ પ૦૦ ચુકવે છેઃ હાલમાં ન ચુકવી શકતાં ઘરે આવી ધમાલ મચાવી

રાજકોટ તા. ૧૭: મોચીબજાર પોસ્‍ટ ઓફિસ પાસે રહેતી કોમલ દિનેશભાઇ ઝરીયા (ઉ.વ.૨૨) નામની યુવતિએ રાતે અગિયારેક વાગ્‍યે મચ્‍છર મારવાનું ઝેરી પ્રવાહી પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

કોમલે જણાવ્‍યું હતું કે હું બે બહેન અને એક ભાઇમાં નાની છું. મારા પિતા હયાત નથી. ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવુ છું. રાતે મારા ઘરે ઇરફાન સહિતના શખ્‍સો આવ્‍યા હતાં અને મારા ભાઇ કુમારે તેની પાસેથી એંસી હજાર લીધા છે તેનું વ્‍યાજ ચુકવ્‍યું નથી તેમ કહી ધમાલ મચાવી હતી અને આકરી ઉઘરાણી કરતાં હું ગભરાઇ જતાં મેં મચ્‍છર મારવાનું લિક્‍વીડ પી લીધું હતું. મારા ભાઇએ શા માટે તેની પાસેથી પૈસા લીધા એ મને ખબર નથી. પણ રોજના પાંચસો રૂપિયા ચુકવવાના હતાં તેવી મને જાણ થઇ હતી. હાલમાં મારો ભાઇ કામ કરતો ન હોઇ પૈસા ચુકવી ન શકતો હોવાથી લેણદારોએ ઘરે આવી ધમાલ મચાવી હતી. આક્ષેપોમાં કેટલુ તથ્‍ય છે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)