Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજકોટ મહાનગર પાલિકાને કોવિશિલ્ડના 6500 ડોઝ મળ્યા : કાલથી પ્રિકોશન ડોઝ મળવાની શરૂઆત થશે

મહાનગાર પાલિકા દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રને 200 ડોઝ ફાળવી દેવામાં આવ્યા

રાજકોટ મહાનગર પાલિકામાં વેક્સિનના ડોઝની અછત હવે દૂર થશે. કારણ કે રાજકોટ મહાનગર પાલિકા પાસે કોવિશિલ્ડના 6500 ડોઝ આવ્યા છે અને મહાનગાર પાલિકા દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રને 200 ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે. આથી રાજકોટની જનતાને આવતીકાલથી પ્રિકોશન ડોઝ મળવાની શરૂઆત થઈ જશે. નોંધનીય છે કે ગત મહિને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે વધારે ડોઝની માંગણી કરવામાં આવી હતી.

 

(9:44 pm IST)