Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

જામજોધપુરમાં પૂ. ભગવતચરણદાસજી સ્વામીની સ્મૃતિમાં ગુરૃવંદના મહોત્સવ

કોઠારી સ્વામી પૂ. જગતપ્રકાશદાસજી અને કોઠારી સ્વામી પૂ. રાધારમણદાસજીની આગેવાનીમાં ૨૯ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી ધર્મોત્સવ: પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો આશિર્વાદ પાઠવશે : સપ્ત દિનાત્મક શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સરધારના પૂ. નિત્યસ્વરૃપદાસજીના વ્યાસાસને આયોજન : પૂ. જીજ્ઞેશદાદા 'રાધે રાધે'નો એક દિવસીય સત્સંગ : કિર્તીદાન ગઢવીનો લોકડાયરો - ઘનશ્યામ લાખાણીનો હસાયરો : છેલ્લા દિવસે ધુમાડાબંધ ભોજન પ્રસાદ : રકતદાન, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ઉપરોકત તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને નિમંત્રણ આપતા શાસ્ત્રી પૂ. રાધારમણદાસજી સ્વામી અને કોઠારી પૂ.વિવેકસ્વામીઙ્ગતથા હરિભકત જીતુભાઇ રાધનપુરા અને જયભાઇ રફાળીયા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧૭ :.. જામનગર જીલ્લાનાં જામજોધપુરના શ્રી સ્વામીનારાયણ મંદિરે અક્ષર નિવાસી સદ્ગુરૃ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં તા. ર૯ જાન્યુઆરીથી તા. ૪ ફેબ્રુઆરી સુધી ભાટીયા ધર્મશાળા, સ્ટેશન રોડ, જામજોધપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર, જામજોધપુરના કોઠારી સ્વામી પૂ. જગતપ્રકાશદાસજી (જામજોધપુર) તથા રાજકોટ ભુપેન્દ્ર રોડ શ્રી સ્વામીનારાયણ મંદિરનાં કોઠારી પૂ. રાધારમણ સ્વામીની આગેવાનીમાં ગુરૃવંદના મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે. જેની 'અકિલા' કાર્યાલય ખાતે 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મહોત્સવનું આમંત્રણ તથા મહોત્સવની વિગતો પૂ. રાધારમણસ્વામી તથા શ્રી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (બાલાજી હનુમાનજી મંદિર - ભૂપેન્દ્ર રોડ)એ આપી હતી.

વધુ વિગતો આપતા રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી પૂ. રાધારમણદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, પૂ. ગુરૃદેવ સદ્ગુરૃ શાસ્ત્રીશ્રી ભગવતચરણદાસજી સ્વામીએ શ્રી રાધારમણદેવ સત્સંગ વિકાસ પરિષદની સ્થાપના કરીને અવિરત સત્સંગ વિચરણ કરીને શ્રી હરિનું સ્મરણ કરતા.. કરતા અક્ષરનિવાસી તા. ૧૦-૩-૨૦૧૭ના રોજ થયા છે. તેની સ્મૃતિમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદથી ગુરૃ વંદના મહોત્સવ અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ્ ભાગવત કથાનું સરધારના પ.પૂ. સદ્ગુરૃ શ્રી નિત્યસ્વરૃપદાસજી સ્વામીના વ્યાસાસને આયોજન કરાયું છે.

મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રીના ઘરસભા, વ્યાખ્યાનમાળા, સંત પ્રવચનમાળા, દંતયજ્ઞ, સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, સમુહ મહાપુજા સહિતના વિવિધ આયોજનો કરાયા છે.

'અકિલા' કાર્યાલયે વધુ વિગતો આપતા પૂ. રાધારમણ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, તા. ૨૯-૧-૨૩ને રવિવારે બપોરે ૩ વાગ્યે શ્રી જલારામ બાપા મંદિરથી પોથીયાત્રાનો પ્રારંભ થશે અને કથા સ્થળ ભાટીયા ધર્મશાળા જશે. જ્યારે બપોરે ૪ વાગ્યે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. તથા સાંજે ૪.૩૦ વાગ્યે સદ્ગુરૃ સંતોના હસ્તે દિપ પ્રાગટય તથા સાંજે ૫ વાગ્યે શ્રી ઠાકોરજી, પોથીજી, વકતાશ્રી તથા સંતોનું પૂજન યજમાનો દ્વારા કરવામાં આવશે. સાંજે ૫.૩૦ વાગ્યે મંગલ પ્રવચન તથા સાંજે ૬ વાગ્યાથી કથાનો શુભારંભ થશે.

મહોત્સવની સાથે સાથે રોજ રાત્રે ઘર સભા પણ યોજાશે તેમજ જામજોધપુરમાં શહેરમાં કોરોના મહામારીમાં અવસાન પામનાર સ્વજનોના મોક્ષાથે આ કથામાં નિઃશુલ્ક સહિતા વાંચનનું પણ આયોજન તેમજ વ્યાખ્યાન માળા, સંત પ્રવચનમાળા, દંત યજ્ઞ,સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કે રકતદાન કેમ્પઙ્ગ, સમૂહ મહાપુજા સહિતના અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

આ મહોત્સવને માણવા કથા શ્રવણ સંત દર્શન એવમ ભોજન પ્રસાદનો અલભ્ય લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે પરમ પૂજય સદગુરુ કોઠારી શ્રી હરિચંદ્ર દાસજી સ્વામી રાજકોટના અધ્યક્ષ સ્થાને આ ભવ્ય ગુરુવંદના મહોત્સવ યોજાશે તેમજ ધામેધામથી સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે, તેમજ આ મહોત્સવ પ્રસંગે વિવિધ ધામોએથી સાંખ્ય યોગી માતાઓ પણ પધારશે, સાથે મોટા ઉજળા, મોટા આંકડિયા, રાજકોટ, મોરઝર, ગીંગણી,ઙ્ગધ્રાફા, શેઠ વડાળા, સમાણા,કમીગઢ, રીબ, મોટી પાનેલી,નવી જૂની સાંકડી,ગોંડલ, ઉપલેટા, ખીરસરા તેમજ વાલાસણ ગામેથી સત્સંગ સમાજ પણ ઉપસ્થિત રહેશે, મંગલ કાર્યક્રમની રૃપરેખા ની વાત કરીએ તો તારીખ ૨૯-૧-૨૦૨૩ અને રવિવારના રોજ બપોરે ૩ કલાકે શ્રી જલારામ મંદિરથી પોથીયાત્રા પ્રસ્થાન થશે અને શહેરમાં વાજતે ગાજતે કથા સ્થળ ભાટિયા ધર્મશાળા સુધી પહોંચશે, મહોત્સવ ઉધ્ઘાટન બપોરે ૪ કલાકે, બપોરે ૪.૩૦ કલાકે સદગુરુ સંતોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય થશે તથા શ્રી ઠાકોરજી પોથીજી વકતા શ્રી પૂજન સંત પૂજન બપોરે ૫ કલાકેઙ્ગ યજમાન દ્વારા કરવામાં આવશે, સાથે મંગળ પ્રવચન સાંજે ૫.૩૦ કલાકે અને કથાનો પ્રારંભ સાંજે ૬ કલાકે થશે તારીખ ૧-૨-૨૦૨૩ ને બુધવારના રોજ શ્રીરામ જન્મોત્સવ બપોરે ૧૨ કલાકે અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સાંજે ૬ કલાકે યોજાશે, તારીખ ૩-૨- ૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૭ કલાકે સમૂહ મહાપૂજા, અને સાંજેઙ્ગ ૬.૩૦ કલાકે શ્રી રૃક્ષ્મણી વિવાહ તેમજ તારીખ ૪-૨-૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૧૦ કલાકે પરમ પૂજય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી પધારી દર્શન આશીર્વચન પાઠવશે, સાથે શનિવારના રોજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ સુધી સુપ્રસિદ્ઘ ભાગવત કથાકાર પૂ. જીગ્નેશ દાદા રાધે રાધે નો એક દિવસીય સત્સંગ યોજાશે.

 તેમજ શનિવારના રોજ સાંજેઙ્ગ ૬.૩૦ થી ૮.૩૦ કલાકે જામજોધપુર આખું ગામ ધુમાડા બંધ મહાપ્રસાદ લેશે સાથો સાથ ભોજન સાથે ભજન પણઙ્ગ રાત્રે ભજન સંધ્યા લોકડાયરા નું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ લોકડાયરામાં ભજન સમ્રાટ લોક સાહિત્યકાર કિર્તીદાનભાઈ ગઢવી તેમજ લોકસાહિત્યકાર-હાસ્યકાર ઘનશ્યામભાઈ લાખાણી કલા રસ પીરસશે તથા રકતદાન કેમ્પ, દંતયજ્ઞ, નેત્ર નિદાન કેમ્પ,ઙ્ગ સર્વરોગ નિદાન કેમ્પ નું પણ આ પ્રસંગે આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧૨ સુધી તેમજ બપોરે ૩ થી ૭ઙ્ગ વાગ્યા સુધીનો રહેશે તેમજ કથા શ્રવણ કરવા આવતા બધા જ કથા પ્રેમી ભકતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા પાટીદાર સમાજ ખાતે રાખવામાં આવી છે સાથે ૨૯-૧-૨૦૨૩ થી ૩-૨-૨૦૨૩ સુધી રોજ રાત્રે ૯ થી ૧૦.૩૦ કલાક સુધી ઘર સભા પણ પૂજય નિત્ય સ્વરૃપ સ્વામીના વ્યાસાસનેઙ્ગ યોજાશે કથાનુંઙ્ગ લાઈવ-ટેલીકાસ્ટ લક્ષ્ય ટીવીના માધ્યમથી તમે ઘરે પણ નિહાળી શકશો તેમ પૂ. રાધારમણ સ્વામીએ જણાવ્યું છે.(૨૧.૧૬)

'અકિલા' સૌથી વધુ ધાર્મિક સમાચારો અને લોકપ્રશ્નોને વાચા આપતુ અખબાર : પૂ. રાધારમણ સ્વામી

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧૭ :  અકિલા ના આંગણે અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપવા જામજોધપુર સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી પૂ. રાધારમણ સ્વામી તથા કોઠારી પૂ.વિવેકસ્વામી આવ્યા હતા, ગુરૃવંદના મહોત્સવનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું અને વધુમાં પૂ. રાધારમણ સ્વામીએ જણાવ્યું હતું કે અકિલા સૌથી વધુ ધાર્મિક સમાચારો પ્રસિદ્ઘ કરતું અખબાર છે અને લોકોના પ્રશ્નોને વાંચા આપતું સાધ્ય અખબાર છે.

'અકિલા' સૌથી વધુ ધાર્મિક સમાચારો અને લોકપ્રશ્નોને વાચા આપતુ અખબાર : પૂ. રાધારમણ સ્વામી

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧૭ :  અકિલા ના આંગણે અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપવા જામજોધપુર સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી પૂ. રાધારમણ સ્વામી તથા કોઠારી પૂ.વિવેકસ્વામી આવ્યા હતા, ગુરૃવંદના મહોત્સવનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું અને વધુમાં પૂ. રાધારમણ સ્વામીએ જણાવ્યું હતું કે અકિલા સૌથી વધુ ધાર્મિક સમાચારો પ્રસિદ્ઘ કરતું અખબાર છે અને લોકોના પ્રશ્નોને વાંચા આપતું સાધ્ય અખબાર છે.

પૂ. ભગવતચરણદાસજી સ્વામીએ હરી

મંદિર - શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી'તી

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧૭ : પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી સોરઠ દેશના રાજાધિરાજ શ્રી રાધારમણ દેવ મંદિર જૂનાગઢના આદિ મહંત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના પરમ પૂજય પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીની પરંપરામાં કોઠારી શ્રી કેશવ પ્રિયદાસજી સ્વામીના કવિ સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય શ્રી સ્વામિનારાયણ સંત પરંપરા ગૌરવવંતા સંત પૂજય ગુરુદેવ સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવત ચરણદાસજી સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન ગોંડલ તેમજ જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મહંત તરીકે સેવા આપી તેમજ માણાવદરના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આઠ વર્ષ રહી દેવ સેવા સતસંગ સેવાથી હરિભકતોના દિલ જીત્યા છે.

આ ઉપરાંત જામજોધપુર જેવા સત્સંગથી અલિપ્ત વિસ્તારમાં હરી મંદિર તેમજ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી સાથે સાથે પાંચ વર્ષ સુધી શ્રી રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી સત્સંગના સર્વાંગી વિકાસમાં અમૂલ્ય યોગદાન પૂજય ભગવત ચરણદાસજી સ્વામીનું રહ્યું છે જુનાગઢ શ્રી રાધારમણ દેવના શિખર પર આજથી આશરે ૧૫ વર્ષ પહેલા સૌપ્રથમવાર ૫૨ ગજની ધજા ચડાવી દર પૂર્ણિમાએ ધજા ચડાવવાના શ્રી ગણેશ કર્યા હતા આજે હજારો લોકો અહીં ધજા ચડાવી ધન્યભાગી બની રહ્યા છે પૂજય ગુરુદેવ શ્રી રાધારમણ દેવ સત્સંગ વિકાસ પરિષદની સ્થાપના પણ તેઓએ કરી છે અવિરત સત્સંગ વિચરણ કરી સ્વસ્થ સુખી નિર્વ્યસની સમાજ નિર્માણનું સર્વોત પૃષ્ઠ કાર્ય કરી વિક્રમ સવંત ૨૦૭૩ ફાગણ સુદ તેરસ તારીખ ૧૦-૩-૨૦૧૭ ને શુક્રવારના રોજ પ્રાંતકાળે શ્રી હરિનું સ્મરણ કરતા કરતા પૂજય ભગવત ચરણદાસજી સ્વામી અક્ષર નિવાસી થયા હતા આજે તેમની સ્મૃતિમાં ભવ્ય ગુરુવંદના મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. પૂજય અક્ષર નિવાસી ભગવત ચરણ દાસજી સ્વામી અક્ષરધામમાં ચાલ્યા ગયા ત્યારે હોળીને બે દિવસ બાકી હોવા છતાં પણ ગામ લોકોએ ગામ બંધ પાડી, પુ. ગુરુજીની અંતીમયાત્રામાં જોડાયા એ આજ પણ મને યાદ છે હું જામજોધપુર સમગ્ર ગામનો ઋણી છું વધુમાં કથાના છેલ્લા દિવસે આખા જામજોધપુર ગામને હું ભોજન મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવું છું, તેમ રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી પૂજય રાધારમણ સ્વામીએ જણાવ્યું હતું.(૨૧.૧૭)

પૂ. રાધારમણ સ્વામી હંમેશા તેના ગુરૃજીની જેમ સેવા કાર્યોમાં તત્પર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧૭ : પૂ. રાધારમણ સ્વામીએ જણાવ્યું હતું કે, હું રાજકોટ થોડા સમય માટે જ ગયો છુ હું જામજોધપુર જ રહેવાનો છું તે મારી કર્મ ભુમિ છે મારૃં જામજોધપુર જાંજરમાન જામજોધપુર છે, અક્ષરધામસ્થઙ્ગ સદગુરૃ શાસ્ત્રી પૂ. ભગવતચરણ દાસજીના કૃપા પાત્ર શિષ્ય પૂ. રાધારમણ સ્વામી હાલ રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં મહંત તરીકે સેવા આપી રહ્યા છે અને અક્ષર નિવાસી પૂજય ભગવત ચરણદાસજી સ્વામીના પરમ શિષ્ય છે સાથે તેમના બીજા શિષ્ય કોઠારી પૂ.જગતપ્રસાદદાસજી સ્વામી જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સેવા આપી રહ્યા છે.

અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી શ્રી પૂજય ભગવતચરણદાસજી સ્વામીના સંપૂર્ણ ગુણો પૂજય રાધારમણ સ્વામીમાં ઉતરી આવ્યા છે તેઓ પૂજય ભગવત ચરણદાસજી સ્વામીની જેમ સેવાના કાર્યોમાં હંમેશા તત્પર રહેતા હોય છે અને જાણે અક્ષરધામસ્થ પૂજય ભગવત ચરણદાસજી સ્વામી સાક્ષાત હાજર હોય તેમ નજરે પડે છે હમેશાં સેવા કાર્યો સાથે તેમના ગુરૃની જેમ આગળ રહે છે, અક્ષર નિવાસી પૂ. ભગવતચરણ દાસજી સ્વામીને પ.પૂ. ધ. ધું.૧૦૦૮ રાકેશ પ્રસાદજી મહારાજ કહેતા પણ જણાવ્યું હતું કે જયારે મળતા ત્યારે બાથ લઈને મળે એવા અમારા શાસ્ત્રીજી હતા અમને શાસ્ત્રીજી પ્રત્યે ગૌરવ છે.(

(11:38 am IST)