Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

લોધીકાના રાતૈયા ગામની સીમમાં ૮૬૪ બોટલ દારૂ પકડાયોઃ ડ્રાઇવર છૂ

રાજકોટ તા. ૧૭ :.. લોધીકા પોલીસે રાતૈયા ગામની સીમમાંથી ૪.૩ર લાખનો દારૂનો જથ્‍થો ઝડપી લીધો હતો. જો કે, વાહનનો ડ્રાઇવર નાસી છૂટયો હતો.

પ્રાપ્‍ય વિગતો મુજબ લોધીકાના ઇન્‍ચાર્જ પીએસઆઇ એસ. જે. રાણા તથા ટીમ રાતૈયા ગામની સીમમાં પેટ્રોલીંગમાં હતા ત્‍યારે મળેલ બાતમી આધારે અશોક લેલન્‍ડ દોસ્‍ત ગાડી નં. જી.જે.-૦ર-૯૦પ૮ ને રોકતા ડ્રાઇવર ગાડી રેઢી મુકી નાસી છૂટયો હતો. પોલીસે તલાસી લેતા ગાડીમાંથી દારૂની બોટલ નંગ-૮૬૪ મળી આવતા દારૂ અને વાહન મળી કુલ પ.૮ર લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. અને નાસી છૂટેક ડ્રાઇવર વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(12:00 pm IST)