Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

જામનગરમાં ૧૫ લાખનાં વ્યાજ પેટે ૬૩ લાખ ચુકવ્યા છતા ધમકી

જામનગર અને જીલ્લામાં વ્યાજખોરીની ૬ પોલીસ ફરીયાદ થતા કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં ચંદ્રેશભાઈ કાબાભાઈ પાંભર, ઉ.વ.પ૩, રે. કામદાર કોલોની, માલદે સ્ટોરની પાસે, નંદકિશોર ડુપ્લેક્ષ બી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી સાત વર્ષ પહેલા કામદાર કોલોનીમાં ફરીયાદી ચંદ્રેશભાઈએ આરોપી આશીષ હસમુખભાઈ ફલીયાના પિતા  તથા કાકા હસમુખભાઈ પાસેથી વ્યાજે રૃપિયા ૧પ લાખ લીધેલ બાદમાં આ કામના આરોપીના આશીષના પિતા તથા કાકા મરણજતા આરોપીઓ આશીષ હસમુખભાઈ ફલીયા, જય હસમુખભાઈ ફલીયા, રાકેશ દિનેશભાઈ ફલીયા રે. જામનગરવાળા એ ફરીયાદી ચંદ્રેશભાઈ પાસેથી ૧પ લાખ રૃપિયાનું પાંચ ટકા લેખે વ્યાજ વસુલ કરતા તેમજ એક દિવસ મોડુ થાય તો એક દિવસની પેન્લટી રૃ.પ૦૦/વસુલ કરતા આરોપીઓને ફરીયાદ ચંદ્રેશભાઈએ ૬૩ લાખ રૃપિયા વ્યાજના તથા ફેકટરી વેચીને ૧પ લાખ મુળ રકમ ચુકવી આપેલ છતા આરોપીઓએ ફરીયાદી ચંદ્રેશભાઈ પાસેથી સીકયુરીટી પેટેના આપેલ બેંકના કોરા ચેકો પરત આપતા ન હોય તેમજ ફરીયાદી ચંદ્રેશભાઈના રૃ.૩૦,૦૦,૦૦૦/લાખ વધારાના વસુલ કરેલ અને ફરીયાદી ચંદ્રેશભાઈ પાસેથી આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી ચંદ્રેશભાઈ પાસેથી રાક્ષસી વ્યાજ વસુલ કરી ગુનો કરેલ છે.

ઈંગ્લીશ દારૃની બોટલ સાથે શખ્સ ઝડપાયો

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કેજામનગર લાલપુર રોડ દરેડ બસ સ્ટેન્ડ પાસે, જામનગરમાં આરોપી ધર્મેન્દ્રવ નારણવન ગૌસ્વામી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ, કિંમત રૃ.પ૦૦/સાથે ઝડપાઈ ગયેલ છે.

પઠાણી ઉઘરાણીનું વ્યાજ વસુલતા ચાર સામે ફરીયાદ

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં ચંદ્રેશભાઈ કાબાભાઈ પાંભર, ઉ.વ.પ૩, રે. કામદાર કોલોની, માલદે સ્ટોરની પાસે, નંદકિશોર ડુપ્લેક્ષ બી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજદિન  સુધી દરેડ જી.આઈ.ડી.સી. ફેસર માં ફરીયાદી ચંદ્રેશભાઈએ આરોપી રમેશભાઈ નરશીભાઈ વસોયા, જયશ્રીબેન રતીલાલ રંગાણી, વિજયભાઈ રંગાણી, શીતલબેન વિજયભાઈ રંગાણી, રે. રાજકોટવાળા પાસેથી સને ર૦૩૧૪ માં ધંધાર્થે રૃ.પ૦,૦૦,૦૦૦/૦ર% લેખે વ્યાજે લીધેલ હતા અને તેના બદલામાં કટકેકટકે વ્યાજના આશરે એકાદ કરોડ પડાવી લીધેલ તેમજ સીકયુરીટી પેટે ફાચરીયા ગામની જમીન કિંમત આશરે રૃ. ૮૦,૦૦,૦૦૦/ની જમીન પચાવી પાડવા દાવો દાખલ કરી ફરીયાદી ચંદ્રેશભાઈ પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

મોટરસાયકલ રોકી મારમાર્યાની રાવ

સીટી એ પોલીસ સ્ટેશનમાં સુલતાન અનવરભાઈ કાસમભાઈ ખફી, ઉ.વ.૧૪, રે. શંકર ટેકરી, નવી નિશાળ પાછળ, હુશેની ચોક, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કેફરીયાદી સુલતાન પોતાના મીત્રો સાથે મોટરસાયકલ સાથે લઈ જતા હોય ત્યારે આરબ જમાત ખાના પાસે આવેલ સ્ટાર પાનની દુકાન સામે, રોડ ઉપર આરોપીઓ અસરફ જુમાભાઈ ખફી, રેહાન ગામીતી ફરીયાદી સુલતાનની મોટરસાયકલ રોકી આરોપી અસરફ ખફીએ મોટરસાયકલમાં લાત મારતા ફરીયાદી સુલતાન એ ફરીયાદી અસરફને લાત મારવાની ના પાડતા આરોપીઓ  ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સુલતાનને જેમફાવે તેમ ગાળો આપી ઝપાઝપી કરી ફરીયાદી સુલતાનને ઝાપટો મારી આરોપી અસરફ ખફીએ નેફા માંથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાહેદ લીયાકત ઉર્ફે લાલો તેમને સમજાવવા જતા તેમને પણ શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

વ્યાજ પેટે રકમ ચુકવેલ છતા ચેક પરત નહી કર્યાની રાવ

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં હાસમભાઈ અબ્દુલગફાર સમા, ઉ.વ.પર, રે. લીંડીબજાર મણીયાર શેરી, મણીયાર મસ્જિદ પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આશરે દોઢેક વર્ષ પહેલા ફરીયાદી હાસમભાઈએ દિપક ટોકીઝની અંદર બજરંગ ફાઈનાન્સની ઓફીસ માંથી રૃ.૧૦,૦૦૦/રોકડા ૧૦ ટકા ના વ્યાજે લીધેલ હોય અને જેની સીકયુરીટી પેટે દેના બેંકનો એક કોરો ચેક સહી કરેલ આપેલ હોય અને વર્ષ અંગે રૃ.૧ર,૦૦૦/જેટલુ વ્યાજ ચુકવી આપેલ હોવા છતા આરોપીઓ બજરંગ ફાઈનાન્સના પ્રોપરાઈટર સંજયસિંહ સરદારસિંહ ચુડાસમા, પ્રીયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા એ ફરીયાદી હાસમભાઈને માર મારી ગાળાગાળી કરી વધુ મારવાની ધમકી આપી એકબીજાની મદદગારી તેમજ મુળ રકમ પરત કરેલ હોય તેમ છતા સીકયોરીટી પેટે આપેલ ચેક પરત નહીં આપી ગુનો કરેલ છે.

પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે ફરીયાદ નોંધાવાઈ

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોમલબેન સુરેશભાઈ ગીરધારીલાલ શર્મા, ઉ.વ.૪પ, રે. સાધના કોલોની, બીજો ગેઈટ, બ્લોક નં.એમ, રૃમ નં.ર૧૯૩, રણજીતસાગર રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી આઠેક માસ પહેલા થી આજદિન  સુધી જયશ્રી ટોકીઝ પાસે ફરીયાદી કોમલબેન એ આરોપી નીલેશભાઈ ઉદયશંકર દિક્ષીત પાસેથી રૃ.ર૦,૦૦૦/૧૦ ટકાના વ્યાજે લીધેલ હોય અને તેઓએ સીકયોરીટી પેટે ફરીયાદી કોમલબેન પાસેથી સહી વાળો કોરો ચેક લીધેલ હોય જે ચેકમાં રૃ.૧,૧પ,૦૦૦/ની રકમ ભરી ચેક બાઉન્સ કરી અને ફરીયાદી કોમલબેનએ આજદિન સુધી કુલ રૃ.૧પ,૦૦૦/ચુકવી આપેલ હોય તેમ છતા તેની મુળ રકમ તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગુનો કરેલ છે.

ફોરવ્હીલકારે યુવાનને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

 પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિલાવર કરીમભાઈ લાડકા, ઉ.વ.૩પ, રે. દરબારગઢ, પીઠડગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દિલાવરના નાનાભાઈ રહીમભાઈ કરીમભાઈ લાડકાવાળા જામનગર કપડા તથા રાશનની ખરીદી કરવા જતા હતા ત્યારે ફરીયાદી દિલાવરના ભાઈ વિજરખી ગામથી આગળ રોડ ઉપર રીક્ષા રોકવા ઉભેલ હતા ત્યારે આરોપી ફોરવ્હીલ અલ્ટ્રો ગાડી નં.જી.જે.૦૩ડી જી૬૯૦૯ નો ચાલક તેની ગાડી એકદમ પુરઝડપે અને બેફીકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી દિલવારના ભાઈને હડફેટે લઈ માથાની જમણી બાજુ ગંભીર ઈજા પહોંચાડી તથા ડાબા પગના નરાના ભાગે તથા સાથળના ભાગે ફેકચર કરી શરીરે નાની મોટી ઈજા પહોંચાડતા જી.જી.હોસ્પિટલ સારવારમાં લઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

ફરીયાદીએ સીકયુરીટી પેટે આપેલ દાગીના પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની રાવ

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં સુમીતભાઈ જેરામભાઈ ચાંદ્રા, ઉ.વ.૩પ, રે. કિષ્ના કોલોની શેરી નં.૬, કલરવ એપાર્ટમેન્ટ, પરાગ એપાર્ટમેન્ટની  સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સને ર૦૧૭ થી દરમ્યાન ફરીયાદી સુમીતભાઈએ આરોપી ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા પાસેથી રૃ.૧,ર૦,૦૦૦/૧ ટકા વ્યાજે લીધેલ હોય જેની સીકયુરીટી પેટે અને વિશ્સાસે ફરીયાદી સુમીતભાઈએ દાગીના સોનાનું મંગળસુત્ર ૧પ ગ્રામનું તથા પેન્ડલ ૬ ગ્રામનું તથા ચેઈન ૧૮ ગ્રામ તથા એક બુટી ની જોડ તથા સોનાના જુના કટકી આશરે ૧૦ ગ્રામ મળી એમ કુલ ૪૯ ગ્રામ જેટલુ સોનુ ગીરવી રાખેલ બાદ ૧ મહિના પછી ફરીયાદી સુમીતભાઈએ વ્યાજ સહિતની કુલ રૃ.૧,ર૧,ર૦૦/ની ચુકવણી કરી આપેલ હતી અને ફરીયાદી સુમીતભાઈએ પોતાની સીકયુરીટી પેટે મુકેલ સોનાના દાગીનાઓ આરોપીઓ ધર્મેન્દ્રસિંહ તથા પ્રશાંતભાઈ દુર્લભભાઈ વાયા તથા જીગ્નેશભાઈ ચાવડા એ આઈઆઈએફએલ બેન્કમાં ગોલ્ડ લોન મેળવી ફરીયાદી સુમીતભાઈને દાગીના પરત નહી આપી તેમજ આરોપીઓ એકબીજાને મદદગારી કરીને ફરીયાદી સુમીતભાઈને ગાળો આપી મારી નાખવાની ધમક આપી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.

પેનલ્ટીની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરીયાદ નોંધાવાઈ

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં સમીરભાઈ સકીલભાઈ ચૌહાણ, ઉ.વ.ર૪, રે. પટણી જમાતખાના પાસે, ઈબ્રાહીમભાઈના મકાનમાં ભાડે, ફરીયાદી સમીરભાઈએ આરોપી શાહરુખભાઈ ફારુકભાઈ ખતાઈ પાસેથી રૃ.ર૦,૦૦૦/–  ર૦ ટકા વ્યાજે લીધેલ હોય અને ફરીયાદી સમીરભાઈએ આજદીન અલગ અલગ દિવસોમાં આરોપીને સમીરભાઈને રૃ.૧ર,૦૦૦/વ્યાજ ચુકવી આપેલ હોય બાદ ત્રણ માસનું વ્યાજ તથા પેનાલ્ટી ચાર્જ મળી રૃ.રપ,૦૦૦/તથા મુળ રકમ ર૦,૦૦૦/એમ કુલ રૃ.૪પ,૦૦૦/ની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા આરોપીના ત્રાસથી કંટાળી ફરીયાદી સમીરભાઈએ પોતાની જાતે થોડી ફીનાઈલ પી જતા ગુનો કરેલ છે.

જામજોધપુર પોલીસ મથકે મહિલા સહિત ચાર સામે વ્યાજખોરીની ફરીયાદ નોંધાવાઈ

જામજોધપુર પોલીસ સ્ટેશનમાંપંકજકુમાર કાંતિલાલ મેસવાણીયા, ઉ.વ.પર, રે. મોદીશેરી, રામ મંદિર પાસે, લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સને ર૦૧૯ થી આજદિન સુધી ફરીયાદી પંકજભાઈને પુત્રની સારવાર અર્થે તેમજ ધંધાની ખોટના કારણે રૃપીયાની જરૃર પડતા આરોપીઓ રશ્મિબેન મનસુખભાઈ ખાંટ, ભાવેશ મગનભાઈ ચનીયારા, અમીતકુમાર ચંદુલાલ ફળદુ, જીગ્નેશભાઈ ભાણવડીયા એ ફરીયાદી પંકજકુમાર ને ઉંચા વ્યાજે વગર લાઈસન્સે નાણા આપી તેની ઉપર મોટુ વ્યાજ ઉઘરાવી સીકયુરીટી તરીકે ફરીયાદી પંકજકુમાર પાસે તેમજ તેની પત્નીના સહી વાળા કોરા ચેકો લઈ પુરા નાણા પરત આપવા છતા તેની ઉપર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ભુડાબોલી ગાળો આપી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી ભાવેશ મગન ચીનયારા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પંકજભાઈની જામજોધપુર આઈકોન પ્લાઝા ખાતે આવેલ દુકાનનો વેચાણ દસ્તાવેજ બળજબરી થી કરાવી લઈ પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી પંકજભાઈની પરીવાર સાથે ગામ છોડવા માટે મજબુર કરતા ગુનો કરેલ છે

(1:44 pm IST)