Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજકોટમાં ‘‘રેડમી નોટ-૧૨' સીરીઝનો લેટેસ્‍ટ મોબાઈલ લોન્‍ચ કરતી અભિનેત્રી નેત્રી ત્રિવેદી

૯૦ મિનિટમાં મોબાઈલ ચાર્જઃ ઝીરો પર્સન્‍ટ ફાયનાન્‍સ ઉપર મોબાઈલ ખરીદી શકાશે : ૨૦૦ મેગા પીકસલનો લાજવાબ કેમેરો યાદગાર તસ્‍વીરો ઝડપે છેઃ બંટીભાઈ પટેલ

રાજકોટઃ ‘છેલ્લો દિવસ' ફિલ્‍મની અભિનેત્રી નેત્રી ત્રિવેદીએ રાજકોટના વિખ્‍યાત  ઉમિયા મોબાઈલ શોરૂમ ખાતે ‘રેડમી નોટ- ૧૨' સિરીઝનો સ્‍માર્ટ મોબાઈલ ફોન લોન્‍ચ કર્યો હતો. મોબાઈલની દુનિયામાં ઘણા સમયથી આ મોબાઈલની રાહ જોવાઈ રહી હતી. ત્રણ કલરમાં મોબાઈલ લોન્‍ચ કરવામાં આવ્‍યા હોવાનું એક યાદીમાં કંપની તરફથી જણાવાયું છે.

ઉમિયા મોબાઈલ ખાતે મોબાઈલના લોન્‍ચિંગ પ્રસંગે નેત્રી ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે‘ રેડમી નોટ-૧૨' એક એવો મોબાઈલ સ્‍માર્ટ ફોન છે કે  જે તમામ જરૂરિયાત પુરી કરે છે અને તેની કિંમત પણ કિફાયતી છે.  આજે નાનામાં નાના કામ માટે પણ મોબાઈલ જરૂરી બન્‍યો છે, ત્‍યારે આ એક એવો મોબાઈલ છે કે જે તમને આખો દિવસ સાથ આપી શકે છે. તેની બેટરી ઝડપથી ચાર્જ થઈ શકે છે અને તેમાં ૨૦૦ મેગા પિકસલ કેમેરા પણ આપવામાં આવ્‍યો છે. જેનાથી ઉત્તમ કવોલિટીના પિકચર અને સેલ્‍ફી પણ લઈ શકાય છે. કેમરા સાથે જેમનું કામ હોય છે તેમના માટે આ ફોન બહુ જ ઉપયોગી છે અને મને ખુશી છે કે આ ફોનનું લોન્‍ચિંગ મારા હસ્‍તે ઉમિયા મોબાઈલ ખાતે કરવામાં આવ્‍યું છે.આ પ્રસંગે ઉમિયા મોબાઈલના ડિરેકટર બંટીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે આ મોબાઈલમાં અનેક નવા ફીચર છે અને તેમાં સૌથી બેસ્‍ટ ૨૦૦ મેગાપિકસલ કેમેરા છે જે આપણા બધાની તસ્‍વીર રૂપી યાદગીરીને વધુ યાદગાર બનાવશે. ઉપરાંત આખો મોબાઈલ માત્ર ૯૦ મિનિટમાં ચાર્જ કરી શકાય તેવું ફાસ્‍ટ ચાર્જર પણ આપવામાં આવ્‍યું છે. આ મોબાઈલની ખરીદી ઉપર અને ક્રેડિટ કાર્ડ ઉપર પણ ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ ઝીરો % ફાઈનાન્‍સ પણ કરવામાં આવી રહ્યું છે.મોબાઈલ લોન્‍ચિંગ સેરેમની દરમિયાન એક ગેઈમ ઝોન  બનાવામાં આવ્‍યો હતો. જેમાં વિજેતા બનેલા મોબાઈલ પ્રેમીઓને આકર્ષક ગિફટ આપવામાં આવી હતી. આ  પ્રસંગે ‘રેડમી' કંપનીના ડિસ્‍ટ્રીબ્‍યુટર શ્રી સાગર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:37 pm IST)