Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

છેતરપીંડી–વિશ્વાસ ઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૧૭: રૃા.૩,૦૦,૦૦૦/- કંપનીમાં માલીકે રોકાણ કરવાથી વધુ વળતર અપાવવાની લાલચ આપી ચેકથી મેળવેલ રકમ ઓળવી જઇ વિશ્વાસઘાતના ગુનામાં પકડાયેલા આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના ગુનાથી ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૦૬, ૪૨૦ મુજબની ફરિયાદ આ કામના ફરિયાદી મહેન્દ્ર જયંતીભાઇ વડગામાએ આરોપી પલક પ્રફુલભાઇ કોઠારી વિરૃધ્ધ ફરિયાદ નોંધાયેલી, જે ફરિયાદ મુજબ રૃા.૩,૦૦,૦૦૦/- કંપનીમાં માલીકે રોકાણ કરવાથી વધુ વળતર અપાવવાની લાલચ આપી ચેકથી મેળવેલ રકમ ઓળવી જઇ વિશ્વાસઘાતનો ગુન્હો કર્યો તે બાબતે તપાસનીશ અધિકારીએ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કેસની હકીકત અને બચાવપક્ષના વકીલોની રજૂઆતને ધ્યાને લઇને લોઅર કોર્ટે આરોપીને રૃા.૨૫,૦૦૦/-ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવપક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી ચીમનભાઇ ડી.સાંકડીયા, અતુલભાઇ એમ.બોરીચા, પ્રકાશભાઇ એ.કેશુર, અહેશાન એ. કલાડીયા, મનીષાબેન પોપટ, હરેશભાઇ રાઠોડ, સી.એચ.પાટડીયા અને મુકેશભાઇ જાની તેમજ વકીલ આસીસ્ટન્ટ તરીકે નિકુંજ સી.સાંકળીયા, હિરેનભાઇ યુ.રવિયા, લલીતભાઇ સી.બારોટ વગેરે રોકાયેલ હતા.

(3:45 pm IST)