Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

ખેડુતોને અકસ્માતનો કલેઇમ નહિ ચુકવનાર વિમા કંપનીને વ્યાજ સહિતની રકમ ચુકવવા ગ્રાહક કમિશનનો આદેશ

રાજકોટ તા. ૧૭ : વીમો ચુકવવાના સમયે ઠાગાઠૈયા કરતી વધુ એક વીમાકંપની વિરૃધ્ધ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચુકાદો આપી અકસ્માતમાં મોતને ભેટેલા ૮ ખેડુતના વારસદારને રૃા.પ લાખ ૭ ટકાના વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે.

રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક દ્વારા ખેડુત સભાસદોનો અનનેઇમ્ડ પર્સનલ એકિસડેન્ટો વીમો લીધો હતો. જે પોલીસીમાં સભાસદ ખેડુતને કોઇપણ પ્રકારના અકસ્માતમાં મૃત્યુ થાય તો વીમાકંપનીએ મૃતકના વારસદારોને રૃ.પ લાખનું વળતર ચુકવવાની શરતો જણાવી હતી. જે પોલીસ બાદ બેંક દ્વારા અંદાજિત રૃ.૩.૬૮ કરોડનું પ્રીમીયમ વીમાકંપનીમાં ભર્યુ હતું. દરમિયાન ઉપરોકત પોલીસી ધરાવતા આઠ ખેડુતના મોત નીપજયાં હતાં. જેથી મૃતકોના પરિવારજનોએ કલેમ મેળવવાની પ્રક્રિયા કરતા વીમાકંપનીએ ઠાગાઠૈયા કર્યા હતા. જેથી મોરબીના મૃતક ખેડુતના વારસદાર શોભનાબેન વિનોદભાઇ બાવરિયા સહિત આઠેય મૃતક ખેડુતે એડવોકેટ જયપ્રકાશ ત્રિવેદી, મિતેષભાઇ જાની, બેંક વખતી પી.આર.દેસાઇ, એચ.સી.સાયાણી મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ કરી હતી. ફરીયાદને પગલે વીમાકંપનીએ એવી રજુઆત કરી કે, રાજકોટ ડિસ્ટ્રી.કો.ઓ.બેંક સાથે વીમા પોલીસી ચાલુ હતી. તે દરમિયાન વધુ અકસ્માતના કેસ આવતા, વીમાકંપનીએ બેંક સાથે લેખિત એગ્રીમેન્ટ કર્યું છે કે, વીમાકંપની માત્ર ૭૩ અકસ્માતના કેસમાં જ વળતર ચુકવશે અને બાકીના અન્ય કેસ ઉપસ્થિત થાય તો વળતર ચુકવવાની જવાબદારી બેંકની રહેશે. વીમાકંપનીએ આ સમજુતીના આધારે પોલીસમાં એન્ડોર્સમેન્ટ કરાવ્યાની રજુઆત કરી હતી. બાદમાં ફરીયાદ પક્ષના અલગ અલગ વકીલોએ પોલીસીની શરતો મુજબ, ઇરડાના રૃલ્સ અને રેગ્યુલેશન મુજબ એક વખત પોલીસી ઇસ્યુ કર્યા બાદ વીમા પોલીસીની કોઇ શરતોમાં ફેરફાર થઇ શકે નહિ. આમા ૧.૯૮ લાખ ખેડુતના અસ્તિત્વનો સવાલ હોય વીમાકંપની પોતાની જવાબદારીમાં છટકી શકે નહિની રજુઆત કરી હતી.

વીમાકંપની દ્વારા કરોડો રૃપિયાનું પ્રીમીયમ સ્વીકાર્યા બાદ પોલીસ એક વર્ષ માટે ચાલુ રાખી છે. ઉપરોકત બેંક માત્ર ખેડુતોના હિતમાં આ પ્રકારનું એન્ડોર્સમેન્ટ કર્યું છે. જેની કાયદેસરની કોઇ વેલિડિટી નથી. વીમાકંપની દ્વારા પણ કોઇ નોટીસ આપવાની કે ખેડુતોને સુધારાની કોઇ જાણ કરી નહિ હોવાનું રાજુઆત કરી હતી. મૃતક ખેડુતના વારસદારો પક્ષે થયેલી તમામ રજુઆતોને ધ્યાને લઇ ફોરમે વીમાકંપની વિરૃધ્ધમાં ચુકાદો આપ્યો છે

(3:51 pm IST)