Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

૪૮ લાખ ૪૩ હજારનો ચેકરિટર્ન થતા રાજકોટની પેઢીના સંચાલક સામે ફરિયાદ

રાજકોટ તા.૧૭: એમ એન્‍ડ એસ ક્રિએશન રાજકોટ નામની પેઢીના કર્તા મેઘાણી અનિલ હરિભાઇ સામે રૂપિયાઃ ૪૮,૪૩,૯૩૪/- નો ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ થયેલ છે.

આ ફરિયાદના આરોપી મેઘાણી અનિલ હરિભાઇ કે જે એમ એન્‍ડ એસ ક્રિએશન, રાજકોટ નામની પેઢીના કર્તા છે. તેઓ રાજકોટ મુકામેથી વિવિધ ગાર્મેટ્‍સના ઇમ્‍પોર્ટ એકસપોર્ટનો વેપાર કરે છે. તેમના વિરૂધ્‍ધ ફરિયાદી એલ.ડી. એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટર શ્રી પ્રતિક એમ.ધાનક જેઓ રાજકોટ મુકામેથી વિવિધ ગાર્મેન્‍ટસના ઇમ્‍પોર્ટ એકસપોર્ટનો વેપાર કરે છે. ફરિયાદી દ્વારા ૂરૂપિયા ૪૮,૪૩,૯૩૪.૦૦ના ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરતા રાજકોટના એડી.સીની.જજે, મેઘાણી અનિલ હરિભાઇને અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો કાલાવડરોડ, મોટા મવા, રાજકોટ પાસેના રહીશ મેઘાણી અનિલ હરિભાઇ જેએમ એન્‍ડ એસ ક્રિએશન નામની પેઢી ધરાવે છે તેમણે પોતાની જરૂરિયાત મુજબનો માલ ફરિયાદી પાસેથી ખરીદ કરી, તે માલના બીલ મુજબ ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને રૂપિયાઃ ૪૮,૪૩,૯૩૪.૦૦નો તેમની પેઢીની બેંકનો ચેક ઇસ્‍યુ કરી આપેલ

ચેકરિટર્ન થતા આરોપી વિરૂધ્‍ધ ચેકરિટર્ન સંબંધે અદાલતમાં ફરિયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે આરોપીએ ફરિયાદી પાસેથી પોતાની જરૂરિયાત મુજબના માલની ખરીદી કરેલ માલની રકમ ચૂકવવા પેટે આપેલ ચેક આપી, તે ચેક પાસ ન થવા દઇ આરોપી એ ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્‍યાને લઇ આરોપી મેઘાણી અનિલ હરિભાઇને અદાલતમાં હાજર થવા હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસમાં ફરિયાદી એલડી એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટર શ્રી પ્રતિક એમ.ધાનક તરફે મિતુલ જે. ગારડી તેમજ શકિત કે.ગોહેલ એડવોકેટસ રોકાયેલા છે.

(3:53 pm IST)