Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

ઢોર પક્કડ ઝુંબેશ યથાવત : રસ્‍તે રખડતા વધુ ૨૨૫ પશુઓ પકડાયા

મનપા દ્વારા રાજમાર્ગો ઉપરથી અડચણરૂપ પશુઓ હટાવાયા

રાજકોટ તા. ૧૭ : શહેરમાં રાજમાર્ગો ઉપર રખડતા ઢોરની સમસ્‍યા દુર કરવા મનપાની ઢોર પક્કડ ઝુંબેશ સતત ચાલી રહી છે. જે અન્‍વયે માંડા ડુંગર, હુડકો કવાર્ટર, ભાવનગર રોડ, ગંજીવાડા, ગ્રીન લેન્‍ડ ચોકડી, મોરબી રોડ, બજરંગ વાડી, શિતલ પાર્ક મેઇન રોડ, ગાંધીગ્રામ, રૈયાધાર સહિતના વિસ્‍તારોમાંથી કુલ ૨૨૫ રખડતા ઢોર પકડવામાં આવેલ.

મનપાની સત્તાવાર યાદી મુજબ એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્‍તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. શહેરના વિસ્‍તારો માધવ વાટીકા, માંડા ડુંગર મેઈન રોડ, રામપાર્ક, મુરલીધર વે-બ્રીજ, ગોકુલપાર્ક, વેલનાથᅠતથા આજુબાજુમાંથી ૧૨ પશુઓ,ᅠહુડકો કવાર્ટર, સંત ભોજરામ સોસાયટી, ફાયર બ્રિગ્રેડ પાસે, ભાવનગર રોડ, ગંજીવાડા, નરસિંહનગર, વ્રજભુમી, માલધારી સોસાયટી, તિરૂપતીબાલાજી સોસાયટી, ગાંધીસ્‍મૃતી સોસાયટી, મારૂતીનગર, ચામુંડા સોસાયટી મેઈન રોડ, પેડક રોડ અટલબિહારી બાજપાઈ હોલ સામે માર્કેટમાંથી પ્રધ્‍યુમનપાર્ક મેઈન રોડ, માનસરોવર, ભાવનગર મેઈન રોડ, ગંજીવાડા મેઈન રોડ, સત્‍યમપાર્ક, નરસિંહનગર, છપ્‍પનીયા કવાર્ટર, ગ્રીનલેન્‍ડ ચોકડી, સેટેલાઈટ ચોક, મોરબી રોડᅠવિગેરે વિસ્‍તારમાંથી ૪૫ પશુઓ,ᅠપરસાણા, રોણકી, સંતોષીનગર મેઈન રોડ, મોચીનગર, શિતલપાર્ક મેઈન રોડ, બજરંગવાડી, ભારતીનગર, શ્‍યામનગર, ગાંધીગ્રામ વિગેરે વિસ્‍તારોમાંથી ૨૪ પશુઓ પકડવામાં આવેલ.

જ્‍યારેᅠઆંબેડકટરનગર મેઈન રોડ, ગોવર્ધન ચોક, ખોડિયારનગર મેઈન રોડ,ᅠ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી મેઈન રોડ, કણકોટ પાટીયા, વાવડી મેઈન રોડ, રવેચીપરા, રસુલપરાᅠવિગેરે વિસ્‍તારમાંથી ૨૪ પશુઓ ડબ્‍બે પુરાયેલ. ઉપરાંત શાષાીનગર, રૈયાધાર મેઈન રોડ, ચંદનપાર્ક મેઈન રોડ, શાંતીનગર ગેઈટ પાસે સ્‍લમ કવાર્ટર, સાધુવાસવાણી રોડ, દ્વારકેશ પાર્ક, ગોપાલચોક, ગુણાતીતનગર, ભીડભજન સોસાયટી, રૈયા ટેલીફોન (અનામીકા સોસાયટી), નટરાજનગરᅠવિગેરે વિસ્‍તારો પાસેથી ૪૨ પશુઓ,ᅠઅન્‍ય વિસ્‍તારોમાંથી મળી કુલ ૨૨૫ પશુઓ પકડવામાં આવેલ છે.

(6:35 pm IST)