Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજકોટની અમૂલ પ્રા.લી.કંપનીએ ૪પ૦ કામદારોનું ર૧ મહિનાથી પીએફ જમા નહિં કરતા દેકારોઃ કલેકટર કચેરીએ કામદારો ઉમટયા

જો તાકિદે પી એફ જમા નહિ કરાય તો ભૂખ હડતાલઃ કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજુઆત

કલેકટર કચેરીએ અમૂલ પ્રા.લી.ના ૪પ૦ કામદારો પી.એફ.પ્રશ્ને ઉમટી પડયા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૭ : શહેરની આજીવસાહત આજી જીઆઇડીસીમાં આવેલ અમૂલ પ્રા.લી.ના ૪પ૦ કામદારોનો ર૧ મહિનાથી પીએફ જમા નહિ થતા આજે કલેકટર તથા પીએફ કચેરીએ આવેદન પાઠવી વીસ્તૃત રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે અમો ઉપર જણાવેલ કંપનીમાં આશરે ૪પ૦ લોકો કામકાજ કરીએ છીએ અને અમારી કંપની તરફથી ર૧ મહીનાનું પી.એફ. જમા કરવામાં આવેલ ન હોય, પરંતુ અમારી કંપની તરફથી અમારા પગારમાંથી પી.એફ.ની જે રકમ છે તે કપાત કરવામાં આવે છે પરંતુ પી.એફ.જમા કરવામાં આવતુ નથી.

જો ઉપર મુજબનો અમારો પી.એફ.જમા ન થયું હોય તેનું મુખ્ય કારણ એ છે કે કંપનીના જવાબદાર અધિકારી મીલીભગત હોય તેથી ર૧ મહિનાનું પી.એફ.જમા થયેલ ન હોય, કાયદાકીય રીતે જો પી.એફ. ૩-માસમાં જમા થવું જોઇએ પરંતુ આ અમારૃ ર૧ મહીનાનું પી.એફ. જમા થયેલ ન હોય તેનું મુખ્ય કારણ શું હોય તેની યોગ્ય તપાસ કરવા નમ્ર અરજ છે, જો આ ર૧ મહિનાનું પી.એફ.જમા કરવામાં નહી આવે તો કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અન્ન ત્યાગ કરશે અને લડત કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે. અને આ આંદોલનમાં કોઇપણ કામદારને કાંઇપણ થશે તો તેની જવાબદારી અમુલ ઈન્ડ. પ્રા.લી.નાં માલીકોની રહેશે.

દરેક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ત્રણ માસની અંદર પી.એફ.હોય તે જમા કરવામાં આવે છે પરંતુ અમારી આ કંપનીમાં છેલ્લા ર૧ મહીનામાં અમારૃ પી.એફ.જમા કરવામાં આવેલ ન હોય, જેથી આ અરજી આપી અમારી ઉપર મુજબ જે ર૧ મહિનાનો પી.એફ.બાકી છે. તે જમા કરવા નમ્ર વિનંતી છે, આવેદન સમયે કામદારોનું મોટુ ટોળુ ઉમટી પડયંુ હતું, આગેવાનો રમેશ બકુત્રા, જગદીશ જલુ, આશીષ જાદવ, પરેશ ચાવડા, સંદિપ ત્રીવેદી, જયદિપસિંહ જાડેજા, રાજેશ પ્રજાપતિ વિગેરે જોડાયા હતા.

(4:22 pm IST)