Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રૈયા ગામમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્‍પ

સાર્વજનીક સેવા સમિતિ અને ગોકુલ હોસ્‍પિટલના સંયુકત ઉપક્રમે

રાજકોટ તા.૧૭: ડો.પ્રકાશ મોઢા સાહેબની ગોકુલ હોસ્‍પિટલ અને સાર્વજનિક સેવા સમિતિના સંયુકત ઉપક્રમે સુપર સ્‍પેશિયાલિસ્‍ટ ડોકટરોની નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ રૈયાગામ ખાતે તા.૨૨ના રવિવારે સવારે ૯.૩૦થી ૧૨, સરકારી શાળા નં.૮૯, રૈયાગામ, રાજકોટ ખાતે યોજાયેલ છે.

કેમ્‍પમાં સુપર સ્‍પેશિયાલિસ્‍ટ ડોકટરો ડો.ત્રિશાંત ચોટાઇ મગજ અને કરોડરજજુની સર્જરીના નિષ્‍ણાંત ડો.કાર્તિક કાછડીયા તાણ-આંચકી, મગજ અને જ્ઞાનતંતુના રોગો અને પેરાલીસીસના નિષ્‍ણાંત ડો. હિરેન વાઢીયાફિઝીશીયન, બી.પી., ડાયાબીટીશ, ફેફસાના રોગો અને ગંભીર રોગોના નિષ્‍ણાંત ડો. કલ્‍પેશબજાણીયા ઓર્થોપેડિક તેમજ મણકાં અને કરોડરજજુની સર્જરીના નિષ્‍ણાંત ડો.નરેશ સાપરિયાકિડની, પ્રોસ્‍ટેટ, પથરી તથા મૂત્રમાર્ગના નિષ્‍ણાંત ડો.મહિપાલ ચૌહાણ/ ડો.યોગેશ દવે બાળરોગ અને બાળકોના આઇ.સી.યુ.ના નિષ્‍ણાંત ડો.સાગર લાલાણી બાળકોના મગજ તથા જ્ઞાનતંતુ અને વાઇના નિષ્‍ણાંત ડો.શાદ લાલાણીકાન, નાક, ગળાના નિષ્‍ણાંત સર્જન ડો.પૂજા ચૌબે રાદડિયા મોં, જડબા તેમજ  દાંત અને પેઢાના રોગોના નિષ્‍ણાંત ડોકટરો નિઃશુલ્‍ક સેવા આપશે ગોકુલ હોસ્‍પિટલ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે મુખ્‍યમંત્રી અમૃતમ અને આયુષ્‍યમાન ભારત યોજના અંતર્ગત હદયરોગ, જોઇન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ, કિડની મૂત્રમાર્ગ અને મણકા તથા કરોડરજજુની સર્જરીના રોગોની નિઃશુલ્‍ક સારવાર આપવામાં આવે છે. રજીસ્‍ટ્રેશન સ્‍થળ ઉપર જ કરવાનું હોય દર્દીઓએ સવારે ૮ વાગ્‍યે આવી જવું અને વધુ માહિતી માટે રાજુભાઇ જુંજા મો. ૯૮૯૮૧ ૦૨૪૭૨, ઉમીર્શભાઇ વૈષ્‍ણવ મો. ૯૮૨૪૦ ૩૫૭૦૮ ઉપર સંપર્ક કરવો.

આ સેવા કેમ્‍પને સફળ બનાવવા રાજુભાઇ જુંજા, ગોવિંદભાઇ બાંભવા, મોમભાઇ બાંભવા, નારણભાઇ લાંબરીયા, સતુભાઇ લાંબરીયા, ભરતસિંહ ચુડાસમા, ગંભીરસિંહ ચાવડા, મગનભાઇ સાકરીયા, દર્શનભાઇ પંડયા, સોનલબેન ડાંગરીયા, હિરેનભાઇ દુધાત્રા, દિગેશભાઇ વાઘેલા, કરણ જુંજા, ધનરાજ ઝાલાવડીયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.(

(4:22 pm IST)