Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજકોટ આરટીઓ દ્વારા ધોળકીયા સ્‍કુલ ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા.૧૭ : ટ્રાફિક નિયમોની અગત્‍યતા વિશે ભવિષ્‍યની પેઢીને જાગૃત કરવા માટે રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ધોળકીયા સ્‍કુલ ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેમાં વિદ્યાર્થીઓ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાઇ તે માટે વિદ્યાર્થીઓ સાથે તલસ્‍પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન ડ્રાઇવીંગ લાયસન્‍સની અગત્‍યતા માર્ગ  વાહન ચલાવતી વખતે ધ્‍યાનમાં રાખવાની બાબતો સહિત સલામત ડ્રાઇવીંગ કરવાથી અકસ્‍માતો જેવી ઘટનાઓને આપણે રોકી શકીએ છીએ તે અંગે માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

આ કાર્યક્રમમાં રાજકોટ આર.ટી.ઓ. અધિકારીશ્રી કે.એમ.ખપેડ, એ.સી.પી.શ્રી જે.બી.ગઢવી, રોડ સેફટી સલાહકાર શ્રી જે.વી.શાહ શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(4:48 pm IST)