Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ-આપના કોઈ ઉમેદવારે ખર્ચના હિસાબો રજૂ નહિં કરતાં ઓબ્ઝર્વર ધણધણી ઉઠ્યા : દરેક આર.ઓ.ને સાંજ સુધીમાં હિસાબો માંગી લેવા તાકીદ

તમામ પક્ષો દ્વારા તાવા પાર્ટી, સભામાં લાખોનો ખર્ચ થઇ રહ્યો છે : પરંતુ એક પણ ઉમેદવારે ૧૧ દિવસમાં કોઈ હિસાબ રજૂ કર્યો નથી

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભેલા ભાજપ - કોંગ્રેસ અને આપના કોઈપણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાથી આજ સુધીમાં એટલે કે ૧૧ દિવસની અંદર એક પણ ખર્ચનો હિસાબ જે તે આર.ઓ. સમક્ષ રજૂ નહિં કરતાં આ બાબતે તંત્ર ઉઠ્યુ છે.

ખર્ચના ઓબ્ઝર્વર અને નાયબ વેચાણવેરા કમિશ્નર શ્રી આર.આઈ.પટેલ એક પણ રૂપિયાનો ખર્ચનો હિસાબ નહિં આવતા અને દરરોજ યોજાતી તાવા પાર્ટી, સભા અને પ્રચાર - પ્રસાર અંગે કોઈ ઉમેદવારે હિસાબો રજૂ નહિં કરતા આજે બપોરે દરેક રીટર્નીંગ ઓફીસરને સુચના આપી હતી કે સાંજ સુધીમાં દરેક ઉમેદવાર પાસેથી ખર્ચના હિસાબો મંગાવી લેવા. પાર્ટી પોતે આ હિસાબોનું ચેકીંગ કરશે. શ્રી પટેલના આવા આદેશ બાદ ભારે દોડધામ મચી ગઈ છે અને ભાજપ - કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારોને સાંજ સુધીમાં તાકીદે હિસાબો રજૂ કરવા કાર્યવાહી કરવા ફોન ધણધણાવ્યા છે.

(4:05 pm IST)