Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ચોરી ઉપર સે સીનાજોરીઃ ભરતે ભંગાર ચોરતાં દંપતિને પકડી લેતાં મારકુટ

કુવાડવા રોડ પર ભંગારના ડેલામાં બનાવ

રાજકોટ તા. ૧૭: લાલપરીમાં શક્‍તિ સોસાયટી પાછળ રહેતાં ભરત ભુરાભાઇ ધોળકીયા (દેવીપૂજક) (ઉ.૩૫)ને સાંજે પાંચેક વાગ્‍યે જુના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન સામે પોતાના ભંગારના ડેલે હતો ત્‍યારે ભનુ અને તેની પત્‍નિ તથા અજાણ્‍યાએ ઢીકા પાટુ અને પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. ભરતના કહેવા મુજબ ભનુ અને તેની પત્‍નિએ મારા ડેલામાંથી ભંગાર ચોરી લીધો હતો. તેના પોટલામાંથી મેં મારો ભંગાર ખાલી કરાવતાં તે રંગેહાથ પકડાઇ ગયા હોઇ ઝઘડો કરી બીજા શખ્‍સોને બોલાવી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ આદરી હતી.

 

(10:57 am IST)