Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

બામણબોર ગ્રામસભામાં વિવિધ ઠરાવો મુકવામાં આવ્‍યા

રાજકોટ : તાલુકાના બામણબોર ગામમાં બીજી વખત જાહેરમાં બામણબોર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન રાખવામાં આવ્‍યું હતું. જેમાં અમુક ઠરાવો કરાયા હતાં. જેમાં સ્‍મશાનની દિવાલ, બ્‍લોક નાખવાની કામગીરી, દવાખાનામાં બ્‍લોક નાખવાની કામગીરી, દવાખાનાથી કુવા સુધી બંને બાજુ આરસીસી દિવાલ અને આરસીસી રોડ, રોડ ઉપર લાઈટ, સ્‍મશાન ગળહમાં લાઈટ પાણીની વ્‍યવસ્‍થા, રોડ રસ્‍તાની વ્‍યવસ્‍થા, મા અમળત કાર્ડ વગેરે કામોનો ઠરાવ કરાયો હતો. ગામના આગેવાનો, તલાટી મંત્રી,  સરપંચ વિક્રમભાઈ બસિયા, ઉપ સરપંચ ભીખુભાઈ સુસરા, તાલુકા સદસ્‍ય પ્રવિણભાઇ સારદીયા, કનુભાઈ દરબાર પંકજભાઈ સારદીયા, રમેશભાઈ ગોહિલ, મુકેશભાઈ, બાબુભાઇ, જયદીપભાઇ, શૈલેષભાઈ વગેરે સભ્‍યો હાજર રહ્યા હતા. આગેવાનો મનસુખભાઈ વાળા, દિનેશભાઈ કણસાગરા, રસિકભાઇ, કલાભાઈ ભરવાડ, રણજીતભાઇ, પુનાભાઈ બાવળીયા, હકાભાઈ મકવાણા ઘુઘાભાઇ સહિતે રજૂઆતો કરી હતી. તેમ બામણબોરથી બાબુલાલ ડાભીએ જણાવ્‍યું હતું.

 

(10:58 am IST)