Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પુનિતનગર પાસે બુટભવાની સોસાયટીમાં

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં પાનવાળાએ મહિલાને કાતર ઝીંકી

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે બુટભવાની સોસાયટી-૧૨માં રહેતાં મુળ યુપીના લખપતિદેવી બદ્રીનાથ ખારવા (ઉ.૫૦)ને ઘર નજીક પાનની કેબીન ધરાવતાં બિહારના ધમા નામના શખ્‍સે ખભા પર પાન કાપવાની કાતર ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
લખપતિદેવીએ કહ્યું હતું કે પાનવાળો ધમો ગાળો બોલતો હોઇ ઘર પાસે અપશબ્‍દ બોલવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ ઝઘડો કરી કાતર ઝીંકી દીધી હતી.

 

(10:59 am IST)