Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મેચ અગાઉ ખેલાડીઓ હળવા મૂડમાં: પંત, કિશન શ્રેયસ, વેંકટેશને દ્રવિડે ખાસ ટીપ્‍સ આપીઃ વધુ બેટીંગ પ્રેકટીસ કરાવી

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરીના મેદાનમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્‍ચે મહામુકાબલો રમાઈ રહ્યો છે. ત્‍યારે મેચ અગાઉ ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓ એકદમ હળવા મૂડમાં જોવા મળતા હતા. કોચ રાહુલ દ્રવિડે થોડા નબળા ફોર્મમાં ચાલી રહેલા રીષભ પંત, શ્રેયસ ઐય્‍યર, ઈશાન કિશન અને વેંકટેશ ઐય્‍યરને વધારે બેટીંગ પ્રેકટીસ કરાવી હતી. તો દ્રવિડે આ ચારેય બેટરોની ખાસ ટીપ્‍સ પણ આપી હતી અને બેટીંગ મામલે લાંબી ચર્ચા કરી હતી. તસ્‍વીરમાં કાર્તિક, ઐય્‍યર પ્રેકટીસમાં ફટકા મારતા જોવા મળે છે. કોચ રાહુલ દ્રવિડ ખેલાડીઓની નબળાઈ દૂર કરવાના પ્રયત્‍નો  કરી રહ્યા છે. તો યુવા ફાસ્‍ટ બોલર ઉમરાન મલીક એક ચાહકને ઓટોગ્રાફ આપી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૩)

 

(11:03 am IST)