Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રવિવારે ફાધર્સ-ડે પિતા પ્રત્‍યે લાગણી વરસાવાનો અવસર

તુ મેરા દિલ તુ મેરી જાન...ઓ આઇ લવ યુ ડેડી : પીલો, વોલેટ, કીચેઇન, મગ, શોપીસ, કોમ્‍બાસેટ કાર્ડસ બીજી ભવ્‍ય વેરાયટીઓ જોહરકાર્ડસ તથા જોહર ગેલેરીમાં

રાજકોટઃ તા.૧૯ને ફાધર્સ ડે  અર્થાત  આપણા અસ્‍તિત્‍વનો આદર-ડે, સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતાશ્રી પ્રત્‍યે લાગણી વ્‍યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. આ દિવસે પિતાશ્રીને મનગમતા સરપ્રાઇઝ ગીફટ તથા કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે. આગામી તા.૧૯ને રવિવારે વિશ્વભરમાં ફાધર્સ-ડેની ઉજવણી થશે. રાજકોટ શહેરમાં આવા તમામ પ્રસંગોના વૈવિધ્‍યસભર ઉજવણીનો લ્‍હાવો કરતુ કાઇ સ્‍થાન વિખ્‍યાત બન્‍યુ હોય તે અહી ડો.યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહરકાર્ડસ યુસુફઅલીભાઇ તથા હસનેનભાઇ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવે જોહર ગેલેરીના જોહરભાઇએ ફાધર-ડે ની ગીફટ અને કાર્ડસ અંગે જણાવ્‍યુ કે ફાધર્સને ગીફટ આપવા માટે નાઇસ ફાધર, યોર લવ ફાધર ઇઝ ગોડ ગીફટ, યુઆર એમેજીંગ ફાધર, વગેરે હેડીંગવાળા સ્‍પે.લખાણવાળા કાર્ડસ આવેલ છે ઉપરાંત સેસ જેમાં બેસ્‍ટડેડી ઇન ધ વર્લ્‍ડ, સુપર ડેડ, માય ડેડ માપ એ.ટીે.એમ.ફાધરના કેટેશનવાળા મગ જેમાં અલગ અલગ લખાણવાળા પેન સ્‍ટેન્‍ડ, પીલો, વોલેટ, કમરબેલ્‍ટ, પરફયુમ, ડેડની ટ્રોફી, નામવાળા વેલેટ કીચેઇન પેન, કોમ્‍બોલેટ, શોપીસ, રીસ્‍ટવોચ, ચોકલેટ બુકે, ડાયરી, ફાધરના કોટેશનવાળી ફ્રેમ, ફાધર્સનું લખાણવાળુ સર્ટીફીકેટ, ડેડ,  ફાધર પપ્‍પા લખેલ કી ચેઇન, પોકેટ ઘડીયાલ, પપ્‍પાને આપવા માટે સ્‍પે.લખાણવાળી સંખ્‍યાબંધ ગીફટ આવેલ હોવાનું જણાવાયું છે. 

(3:07 pm IST)