Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રિધ્‍ધિ સિધ્‍ધિ નાલા પાસે પાણી ભરાવવાની સમસ્‍યા થશે હલઃ સીમેન્‍ટ રોડ બનાવાશે

સર્વિસ રોડની સ્‍થળ મુલાકાત લેતા મેયર પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ

રાજકોટ,તા.૧૭: ઢેબર રોડના છેડે આવેલ રિદ્ધિ સિદ્ધિ નાલા પાસે નેશનલ હાઈવે ઓથોરીટીના સર્વિસ રોડ ખુબ જ ડેમેજ થયેલ છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયેલ છે. ચોમાસુ શરૂ થયા પહેલા આ સમસ્‍યાનો નિકાલ થાય તે માટે સ્‍થળ મુલાકત લેતા મેયર પ્રદિપ ડવ નેશનલ હાઈવેની સિક્‍સ લેનની કામગીરી ચાલુ છે. તેમજ ગોંડલ રોડ ચોકડીએ પણ બ્રીજની કામગીરીને કારણે વાહન વ્‍યવહાર ડાયવર્ટ કરેલ છે જેના કારણે ટ્રાફિક ખુબ જ રહે છે. તેમજ ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી ઢેબર રોડના છેડે આવેલ રિદ્ધિ સિદ્ધિ નાલા પાસે નેશનલ હાઈવેનો સર્વિસ રોડ તાત્‍કાલિક સત્‍વરે રીપેર કરવા તેમજ સર્વિસ રોડ પર આવેલ ઓપન ગટરના કારણે ખુબ જ પાણી ભરાય જાય છે જેથી તે ગટર પેક કરવા પણ નેશનલ ઓથોરીટીને જણાવવામાં આવેલ છે.

ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપ ગાજીપરા, પ્રમુખ શૈલેષ બુસા, વિસ્‍તારના અગ્રણી શૈલેશભાઈ પરસાણા, નટુભાઈ વાઘેલા, વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર કંચનબેન સિધ્‍ધપુરા, રૂચિતાબેન જોશી, નરેન્‍દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, પ્રમુખ ભાર્ગવ મિયાત્રા, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર સંજય યાદવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:09 pm IST)