Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મંગળવારે લાંબામાં લાંબો દિવસ

રરમીથી દિવસ ટુંકો અને રાત્રી લાંબી થતી જશેઃ ‘સંખાત'ની ખગોળીય ઘટનાનું વિજ્ઞાન જાથા અવલોકન કરશે

રાજકોટ તા. ૧૭: સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવાનસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા. ર૧મીએ દિવસ અને રાત સરખા હોવાનોઅનુભવ કર્યો હતો. મંગળવાર તા. ર૧ મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યું કે સૂર્ય ઉતર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાસ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. ર૧ મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ર૮ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩ર મિનિટ-અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટ-સુરતમાં દિવસ ૧૩ કલાક રર મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૮ મિનિટ-થરાદમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ, રાત્રિ ૧૧ કલાક ર૯ મિનિટ-મુંબઇમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ-રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટ સમય ગાળામાં રહેશે.

તા. રર મી જુનથી ક્રમિક રીતે દિવસ સેકન્‍ડના તફાવતે પ્રમાણે ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્‍ત પ્રમાણે વિવિધ સ્‍થળોએ સેકન્‍ડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જોવા મળશે.

(3:12 pm IST)