Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્‍લા પ્રમુખપદે જનકભાઇ ડાંગરની વરણી

રાજકોટઃ આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે જનકભાઇ ડાંગર (મો.૯૮૭૯૮ ૨૭૫૮૭)ની નિમણૂંક થતા ઠેરઠેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

જનકભાઇ સરધાર પાસેના ગઢડિયા (જામ) ગામના વતની છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતાં.

‘આપ' રાજકોટ જીલ્લા અધ્‍યક્ષ તરીકે તેઓ નિયુકિત થતા રાષ્‍ટ્રીય સહમંત્રી મહામંત્રી ઇસુદાન ગઢવી, રાષ્‍ટ્રીય સહમંત્રી ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરુ, પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ મંત્રીમાંથી અજીતભાઇ લોખીલ, પ્રદેશ સહ મંત્રી (ટ્રેડ) તેજસભાઇ ગાજીપરા અને ‘આપ' રાજકોટ જીલ્લા અને તમામ તાલુકા અને નગરપાલિકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ શુભેચ્‍છકોએ અભિનંદન પાઠવેલ છે.

(3:12 pm IST)