Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રેલનગરના ભુમીબા ગોહિલને ઘરકામ અને કરિયાવર બાબતે ભાવનગરમાં પતિ-સાસરિયાનો ત્રાસ

દિયરના લગ્ન બાદ તમે હવે જૂના થઇ ગયા તમારે રૂમમાંશું કામ છે? કહી પાછળ ઓરડીમાં ધકેલી દીધીઃ વહુને વહુની રીતે જ રખાય મોઢે ન ચઢાવાય સાસુને ફોન કરી મામીજી સાસુ ચઢાવતા

રાજકોટ તા. ૧૭ : રેલનગર દેવતીર્થ પાર્કમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને ઘરકામ અને કરિયાવર બાબતે મેણાટોણા મારી ભાવનગરના પતિ, સાસુ, સસરા, દીયર, દેરાણી, મામાજી સસરા અને મામીજી સાસુ શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છ.ે

મળતી વિગત મુજબ રેલનગર દેવતીર્થ પાર્ક-૧માં માવતરના ઘરે રહેતા ભુમીબા જયપાલસિંહ ગોહીલ (ઉ.ર૭) એ મહિલા પોલીસ મથકમાં ભાવનગર રેલવે કોલોની બ્લોક નં. ૧૧૭માં રહેતા પતિ જયપાલસિંહ ગોહિલ, સસરા સહદેવસિંહ કિશોરસિંહ ગોહિલ, સાસુ સનસોયાબા ગોહિલ, દિયર મહિપાલસિંહ ગોહીલ, દેરાણી જલ્પાબા મહિપાલસિંહ ગોહિલ તથા ભાવનગર દેવબાગ પટણી પ્લાઝાની બાજુમાં રહેતા મામાજી સસરા અરવિંદસિંહ બનુભા સરવૈયા અને મામીજી સાસુ વર્ષાબા અરવિંદસિંહ સરવૈયા સામે ફરીયાદ નોંધાવી છે ભુમીબા ગોહીલે ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના આઠવર્ષ પહેલા ભાવનગર રેલવે કોલોની બ્લોક નં. ૧૧૭માં રહેતા જયપાલસિંહ ગોહિલ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પતિ, સાસુ, સસરા સહિતે બે વર્ષ સુધી સારી રીતે રાખેલ બાદ તા.૧૭/૪/૧૮ના રોજ પુત્રના જન્મ બાદ પોતે સાસરે ભાવનગર ખાતે ગયા બાદ પતિ અવાર-નવાર પોતાની સાથે ધોલધપાટ કરતા અને દીકરાને પણ સારી રીતે બોલાવતા નહી અને કોરોના સમય દરમ્યાન પતિ ઘરે આવતા નહી અને પોતાની 'મેરીટો' ના નામની હોટલ હોઇ ત્યાં દારૂ પીને આશરે ત્રણ માસ સુધી રોકાયેલ અને ઘરે આવેલ નહી દીકરાનું મોઢુ પણ જોયેલ નહી જરૂરી સામાન પણ હોટલમાં કામ કરતા માણસો સાથે મંગાવી લેતા હતા પુત્રની તબીયત ખરાબ થતા પતિ પોતાની સાથે આવતા નહી અને સાસુ પોતાને નાનીનાની બાબતમાં મેણાટોણા મારી હેરાન પરેશાન કરતા હતા સસરાને દારૂ પીવાની ટેવ હોઇ જેથી તે પોતાને જમ ફાવે તેમ ગાળો આપતા હતા. દિયરના લગ્ન સમયે સાસુ રૂમમાં આવેલ અને કહેલ કે તું પાછળની ઓરડીમાં જતી રહે અમારેે તમારા રૂમમાંં રહેવુ  છે તમો તો હવે જુના થઇ ગયા તમારે રૂમમાં સુઇને શું કામ છે ? તેમ કહી હેરાન કરતા હતા અને મામાજી સસરા સાથે અમારે ભાગમાં હોટેલ હોઇ, હોટલનો તથા ઘરનું સંચાલન અને અમારી મીલકત તેના નામે હોઇ, અને પતિ કોરોના કાળ દરમ્યાન ઘરે આવેલ નહી જેથી પોતે મામાજી સાસરાને રૂબરૂ ઘરે આવેલ ત્યારે વાત કરતા તેણે પોતાને કહેલ કે હોટલનો ધંધો છે તમને પોષય તો રહો નહી તો કાંઇ નહી અને મામીજી સાસુ પોતાના સાસુને ફોન કરી કરીયાવર બાબતે ચઢામણી કરી પોતાના ગામમાં કોની વહુ શું શું લાવી તે બાબતે કહી આપણા ભુમીબા તો કાંઇ નહી લાવ્યા અને વહુને વહુની રીતે જ રખાય મોડે ન ચઢાવાય તેમ નાની બાબતમાં હેરાન કરતા હોઇ, તેથી પોતે પોતાના પિતાને ફોન કરી તમામ કહીકતની જાણ કરતા પિતાએ ફોન કરી સસરાને આ બાબતે વાત કરી હતી.

ત્યારબાદ દિયરના ગત તા.રપ/૪/ર૦ર૧ ના રોજ લગ્ન થયા બાદ સસરાએ ફોન કરી પિતાને કહેલ કે, તમારી દીકરીને આજે જ તેડી જાવ અમારે જોતી નથી જેથી તા.રર/પ/ર૧ ના રોજ પિતા અનેભાઇ સમજાવટ કરવા આવેલ ત્યારે કહેવા લાગેલ કે તમારી દીકરીને લઇ જાવ અહી કાંઇ જરૂર નથી તેમ કહેતા પિતા તથા ભાઇ પોતાને અને પુત્રને લઇને રાજકોટ લઇ આવ્યા હતા બાદ આજદીન સુધી ખબર અંતર પણ પુછેલ નહી. છ મહિના બાદ સાસરીયાઓને સમાધાન માટે ગયેલ ત્યારે પતિએ કહેલ કે મારે જોતી નથી કરોડ રૂપિયા દેવાની મારામાં ત્રેવડ છ.ે તમારી દીકરી આજેય નથી જોઇતી અને કાલેય નથી જોઇતી બીજા લગ્ન કરવાની મારામાં ત્રેવડ છ.ે તેમ કહેતા પિતા અને કુટુંબના વડીલો ત્યાંથી નીકળી ગયેલ બાદ ઘરે આવીને પિતાએ પોતાને તમામ હકીકત જણાવી હતી. પતિ તથા સાસરીયાઓ પોતાને આજદીન સુધી તેડવા ન આવતા પોતે તા.૧૦/પ/રર ના રોજ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. બાદ ગઇકાલે પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે હેડકોન્સ જી.એસ.શિન્દેએ તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)