Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ચોમાસુ શાકભાજીના બીનું પેકેટ રૂા. પાંચમાં

રીંગણી-ટમેટી-મરચીના રોપ રૂા. ૩માં : ફુલ છોડ, મધ, એલોવેરા જેલ, હાથલા, સરબત, લોખંડના વાસણો વગેરે રાહત દરે

રાજકોટ,તા. ૧૭: નવરંગ નેચર ક્‍લબ- રાજકોટ દ્વારા રવિવારે ચોમાસુ શાકભાજીના બિયારણ (રૂ ૫), તાઇવાન પપૈયાંના રોપા (રૂ ૩૦), રીંગણી/મરચી/ટમેટી ના રોપા (રૂ ૩), જીવંતીકા (ખરખોડી/ડોડી)ના પાવડરનું રાહત દરે વિતરણ, એક્‍યુપ્રેસર સારવાર વિનામૂલ્‍યે વિતરણ થશે.
વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્‍તુઓ,એલોવેરા જેલ, હાથલા થોર નું સરબત (ફીંડલા સરબત),પ્‍લાસ્‍ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), માટી ના પાણી ના પરબ, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, પ્‍યોર મધ, વિવિધ જાત ના પાપડ રાહત દરે મળશે.  
ચોમાસું શાકભાજી ના બિયારણ જેવા કે ગુવાર, ભીંડો, રીંગણી, મરચી, ટમેટી, ચોળી, કારેલાં, ગલકા, તૂરિયા, દૂધી, કાકડી, ચીભડા ના નાના પેકેટ નું રાહત દરે (રૂ ૫) વિતરણ.  રીંગણી, મરચી અને ટમેટી ના ધરું (રોપા) (૩ રોપા ના ૧૦ રૂ) લેખે વેચાણ થાય છે.
મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને મિક્‍સ કાશ્‍મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેનું રોપા ના ૨૫ રૂ લેખે રાહત દરે વિતરણ.
આંગણે વાવો શાકભાજી ને પ્રોત્‍સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાત ના શાકભાજી ના બિયારણ નાના પેક માં મળસે.
ફૂલછોડ : કાશ્‍મીરી અને ઈંગ્‍લીશ ગુલાબ (૧૫ જાત ના રંગ વાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્‍મસ ટ્રી, એક્‍શ્‍ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.
એલોવેરા જેલઃ અલોવેરા જયુસ અને સપ્ત્‌ચુર્ણ રાહત દરે મળશે.
અળસીયા એ બનાવેલ ખાતર (૧ કિલો ના ૨૦ રૂ) નું વેચાણ થાય છે.  દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, કેસર અને હાફૂસ કેરી, અથાણાં માટે ગુંદા.  વિવિધ જાત ના દેસી મુખવાસ અને દેસી અથાણાં. છાણિયું ખાતર, લીંબડા નો ગળો, વિવિધ જાત ના કઠોડ, માટી અને પ્‍લાસ્‍ટિક ના કુંડા.
વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્‍કારી સાહિત્‍ય ના પુસ્‍તકો પાછા આપવાની શરતે વિનામુલ્‍યે વિશ્વનિડમ ગુરુકુલમ તરફ થી આપવામાં આવસે.  
જીતુભાઈ વિશ્વનીડમ ગુરુકુલમ તરફ થી ગીર ગાય ની છાસ વિનામૂલ્‍યે પીવડાવવામાં આવસે.  આ બધુ ખેડૂતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્‍થા જગ્‍યા અને પ્રચાર ની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે. આ કાર્યક્રમ  ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો, રાજકોટ ખાતે તા. ૧૯ (દર રવિવાર) સમય સવારે ૮ થી ૧ યોજાશે. વધારે વિગતો માટે વી.ડી.બાલા મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

 

(3:30 pm IST)