Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

અક્ષરનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

ગાંધીગ્રામ પોલીસનો દરોડો : ધવલ, નૈમીષ અને જગુની ધરપકડ

રાજકોટ,તા. ૧૭ : ગાંધીગ્રામ અક્ષરનગરમાં ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ અક્ષરનગરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. શબ્બીરભાઇ મલેક અને કનુભાઇ બસીયાને બાતમી મળતા અક્ષરનગર શેરી નં. ૫/૩માં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા અક્ષરનગર શેરી નં. ૫/૩નાં ધવલ જગદીશભાઇ માખેચા, ભારતીનગર શેરી નં. ૧ના નૈમીષ બીપીનભાઇ ડોડીયા અને ભારતીનગર શેરી નં. ૨ના જગુ ગોવાભાઇ સાટીયાને  પકડી લઇ રૂા. ૭૯૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી હતી. આ કામગીરી પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.વી.લુવા હેડ કોન્સ. ખોડુભા જાડેજા, સલીમભાઇ મકરાણી, ભરતભાઇ ચૌહાણ, શકિતસિંહ ગોહિલ, કનુભાઇ બસીયા, શબ્બીરભાઇ મલેક, ગોપાલભાઇ પાટીલ અને અર્જુનભાઇ ડવ દ્વારા કરવામાં આવી હતી.

(3:31 pm IST)