Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

એક વડનું વૃક્ષ જરૂર વાવો

વૃક્ષોને ભારતીય સંસ્‍કૃતિમાં અનેરૂ  સ્‍થાન આપવામાં આવ્‍યુ છે. આપણી સંસ્‍કૃતિ વૃક્ષ બચાવ, વૃક્ષ ઉછેર અને  વૃક્ષ રોપણને મહત્‍વ આપે છે. વડનું ઝાડ બહુ જ મોટા વિસ્‍તાર તથા ઘટાદાર હોય છે. તે ઝાડને પૂજય માનેલું છે વડ સાવિત્રીના વ્રત વખતે કુમારીકાઓ આ ઝાડની પુજા કરે છે.  ગુજરાતમાં નર્મદા નદીના કાઠે શુકલતિર્થ પાસે મોટો જુનો કબીર વડ છે.  તેને સાડા ત્રણસો વડવાઇઓ છે. આ વડની નીચે પાંચ હજાર માણસો આરામ લઇ શકે છે.
* વડના ઝાડની ડાળીમાંથી વડવાઇઓ ફુટીને જમીન તરફ વધતી જઇ
    જમીનમાં મૂળ નાંખે છે, જેથી વડનો વિસ્‍તાર વધતો જાય છે.
* વડની વડવાઇનું દાતણ કરવાથી દાંત મજબૂત રહે છે.ચોખા થાય છે અને
    સડતા નથી.
* શારીરિક શકિત મેળવવા પતાસામાં વડનું દૂધ એકઠું કરી રોજ તાજુ ખાઇ
    જવુ.
* ધાતુના વિકારોમાં વડનું દુધ ઉતમ છે.
* વડના પાનના પતરાળા બનાવામા આવે છે.
* પૌરાણિક ગ્રંથો અનુસાર વડ વૃક્ષએ દેવ વૃક્ષ છે.
* દુષ્‍કાળમાં પણ આ ઝાડ લીલાછમ રહે છે.તેથી આ સમયે પ્રાણીઓ માટે
     તેના પાંદડાઓ અને ફળ પર રહેવાનું સહેલુે છે.
* વડએ ઓકસીજનનો કુદરતી બાટલો છે. દિવસ હોય કે રાત, વડની નીચે
     રહેવાથી આપણને ભરપૂર ઓકસીજનનુ પ્રમાણ મળી રહે છે.
વડના વૃક્ષને જયોતિષ અને તાંત્રિક ગ્રંથો સાથે આયુર્વેદમાં પણ મહત્‍વનું સ્‍થાન પ્રાપ્ત છે. કારણ કે વડનું ઝાડએ દિર્ઘજીવી વૃક્ષ તરીકે જાણીતુ છે. આ ઝાડ ત્રિમૂર્તિનુ પ્રતીક છે. તેની છાલમાં ભગવાન શ્રી વિષ્‍ણુ,મૂળમાં બ્રહ્માજી અને ડાળીઓમાં મહાદેવ શિવનો વસવાટ રહેલો છે.તેવુ માનવામાં આવે છે. જેમ પીપળના ઝાડને વિષ્‍ણુજીનું પ્રતીક માનવામાં આવે છે. તેવી જ રીતે વડને શિવ માનવામાં આવે છે. તે પ્રકૃતિની રચનાનું એક મહત્‍વનું પ્રતીક છે. સંતાનની મનોકામના કરતા લોકો તેની પૂજા કરે છે. તે લાંબા સમય સુધી જીવે છે. તેથી તેને‘‘અક્ષયાવત'' પણ કહેવામાં આવે છે. ઘેઘુર વડ વરસાદ સારો લાવે છે. સાથેસાથે અનેક પક્ષીઓનું આશ્રયસ્‍થાન પણ હોય છે


                                                  મિતલ ખેતાણી
                                                              (મો.૯૮૨૪૨૨૧૯૯૯)

 

(4:16 pm IST)