Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

શહેર ભાજપ કાર્યાલય ખાતેથી પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ

 રાષ્ટ્રીય જનતા પાર્ટીની  યોજનાનુસાર અંતર્ગત ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલજીના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાશે તે અંતર્ગત  શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ અને સાંસદ રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,  મેયર ડો. પ્રદિપ ડવ, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ ધ્રુવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, જીતુભાઈ મહેતા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, પ્રાથમિક સદસ્યતા અભિયાનના સહ સંયોજક નિતીન ભુત, હાર્દીક બોરડ સહીતના અગ્રણીઓની  ઉપસ્થિતિમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો  ત્યારબાદ શહેરના તમામ વોર્ડમાં  પ્રાથમિક સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. માર્ગદર્શન પુરૂ પાડયા બાદ અભિયાનના સહ સંયોજક હાર્દિક બોરડ ઘ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવેલ હતી. તેમજ મોબાઈલ નં. ૭૮૭૮૧૮ર૧૮ર ઉપર મીસ્ડકોલ કરી શહેરના તમામ નાગરીકો ભારતીય જનતાના પ્રાથમિક સદસ્ય બની શકશે તેમ જણાવેલ.

આ સદસ્યતા અભિયાનના ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંયોજક તરીકે જીતુ કોઠારી, સહ સંયોજક તરીકે નિતીન ભુત, હાર્દીક બોરડ જવાબદારી સંભાળી રહયા છે. કાર્યક્રમને સફળ બનાવવા સોશીયલ મીડીયાની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યાલય ખાતેથી પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, રાજન ઠકકર, ચેતન રાવલ, નલારીયન પંડીત સહીતનાએ કામગીરી સંભાળી હતી

(3:38 pm IST)