Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ખોખડદળ પુલ પાસે બાઇક સ્લીપ થતા નિતેષ ગુપ્તાનું મોત

રાજકોટ,તા. ૧૭ : ખોખડદળ પુલ પાસે બાઇક સ્લીપ થતા પરપ્રાંતીય યુવાનનું મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માધવવાટીકા શેરી નં. ૩માં રહેતો નિતેષ રાજેન્દ્રભાઇ ગુપ્તા (ઉવ.૨૫) રાત્રે બાઇક લઇને જતો હતો. ત્યારે ખોખડદળ નદીના પુલ બાઇ સ્લીપ થતા યુવાનને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી નિલેષભાઇ સહિત સ્થળ પર પહોંચી યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ આર.વી.કડછા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

(3:39 pm IST)