Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

'આપ'માં ગયેલ આગેવાનો કાર્યકરોની કોંગ્રેસમાં ઘર વાપસી

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે એકાદ માસ પૂર્વે આમ આદમી પાર્ટીમાં દિલ્લીના મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાંથી જોડાયેલા હતા તે ૧૦૦ થી વધુ આગેવાનો કાર્યકરો એ વિધિવત રીતે ફરી કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે. કોંગ્રેસમાં વિધિવત જોડાયેલા આગેવાન-કાર્યકરોમાં અરવિંદભાઈ મુછડિયા, હરેશભાઈ ગોહેલ, અરવિંદભાઈ મકવાણા, અભયભાઈ મુછડિયા, જીવનભાઈ સિંઘલ, નીરજભાઈ મકવાણા, જેન્તીભાઈ વાઘેલા, યતિનભાઈ વાઘેલા, ભલાભાઈ ચાંડપા, કેતનભાઈ મકવાણા, કાકુભાઈ સોલંકી, સવજીભાઈ પટેલ, વશરામભાઈ લીંબાસીયા, તુલશીભાઈ રાઠોડ, વસંતભાઈ ચાવડા, વિનોદભાઈ પરમાર, દિનેશભાઈ પાઠક, વિનોદભાઈ મુછડિયા, સોમાભાઈ પરમાર, દાનાભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પરમાર વગેરે સહીત ૧૦૦ થી વધુ આગેવાનો કાર્યકરોએ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ મેળવ્યો હતો. આ તકે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી મહેશભાઈ રાજપુત, વોર્ડ પ્રમુખ વાસુભાઈ ભંભાણી, રાજકોટ શહેર કોંગ્રેસ એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, ઓ.બી.સી. વિભાગ ચેરમેન હાર્દિપસિંહ રાજપુત, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી, કોંગ્રેસ આગેવાનો હેમતભાઈ મયાત્રા, વશરામભાઈ ચાંડપા, હીરાભાઈ પરમાર, શાંતાબેન મકવાણા, ગેલાભાઈ મુછડિયા, હીરાભાઈ ચાવડા, પ્રવીણભાઈ મુછડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા દરેક આગેવાનો-કાર્યકરોને આવકારી વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.

(3:41 pm IST)