Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ગુંદાગામમાં ફાંકી ખાવા જાવ છું કહી નિકળ્‍યા બાદ મુકેશભાઇ ગુમ

રાજકોટ તા. ૧૭ : કુવાડવા નજીક ગુંદા ગામમાં રહેતા આધેડ ફાંકી ખાવા જવાનું કહી ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા પરિવારજનોએ કુવાડવા પોલીસમાં જાણ કરી છે.

મળતી વિગત મુજબ ગુંદાગામમાં રહેતા મુકેશભાઇ સાગઠીયા ગત તા. ૩ના રોજ ફાંકી ખાવા જાવ છું કહી ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પત્‍ની જમનાબેન મુકેશભાઇ સાગઠીયાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરવા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુમની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

(4:06 pm IST)