Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રાજકોટ ડેરીની વાર્ષિક સભા ૨૩મીએઃ પશુપાલકો માટે નવા લાભની આશા

રાજકોટ,તા. ૧૭ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની (રાજકોટ ડેરી) ૬૧મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૩ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે ઓનલાઇન મળનાર છે. કોરોનાની પરિસ્થિતીના કારણે સાધારણ સભા ઓનલાઇન રાખવામાં આવી છે. રાજકોટ ખાતે પ્રતિકાત્મક સમારંભ યોજાશે. જેનુ અધ્યક્ષ સ્થાન સંઘના અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલિયા સંભાળશે. સભાસદ દૂધ મંડળીઓના પ્રમુખો મોબાઇલ ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇ શકશે. અપેક્ષિત પ્રતિનિધિઓને લીન્ક અગાઉ મોકલી અપાશે. જિલ્લા સંઘ સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો માટે સાધારણ સભામાં કોઇ  લાભદાયી જાહેરાત થવાની સંભાવના છે.

(10:28 am IST)