Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

હરિ ધવા રોડ પર ઓફિસમાંથી અજમેરા શાસ્ત્રીનગરનો કિશન બીયર સાથે પકડાયો

ઓફિસ નજીક ફાસ્ટફૂડ પાસેથી પરાગ અને પ્રહલાદસિંહ પીધેલા મળ્યા

રાજકોટ તા. ૧૭: હરિ ધવા રોડ પર સોહમ ફાસ્ટ ફૂડ પાસે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં તેનો માલિક કિશન ગોવિંદભાઇ તોગડીયા (ઉ.૩૦-ધંધો અગરબત્તી જોબવર્કનો, રહે. શાસ્ત્રીનગર અજમેરા ઇ-૪૦૨) બીયર રાખતો હોવાની માહિતી પરથી ભકિતનગર પોલીસે દરોડો પાડતાં રૂ. ૨૦૦ના બીયરના બે ટીન મળતાં ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસે ઓફિસનો દરવાજો ખખડાવતાં એક શખ્સ બહાર આવ્યો હતો. તેણે પુછતાછમાં પોતાનું નામ કિશન જણાવ્યું હતું. એ પછી પોલીસે અંદર જઇ ઓફિસના કાઉન્ટર નીચે જોતાં બીયરના ટીન જોવા મળતાં કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત સોહમ ફાસ્ટ ફૂડ નજીક લોન બે શખ્સ લથડીયા ખાતા જોવા મળતાં  તેના મોઢા સુંઘતા ખાટી વાસ આવતી હોઇ તેણે કેફી પ્રવાહી પીધાનું જણાતાં બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. તપાસમાં આ શખ્સોએ પોતાના નામ પરાગ શામજીભાઇ કાકડીયા (ઉ.વ.૩૦-ધંધો-લોન કન્સલ્ટન્સીનો, રહે. જુનુ સાગરનગર-૧, કોઠારીયા રોડ) અને પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.૩૭-ધંધો સિકયુરીટી એજન્ટ, રહે. રાજસમઢીયાળા ગામના પાદરમાં) હોવાનું જણાવ્યું હતું.  હતી. પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં રણજીતસિંહ પઢારીયા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(1:00 pm IST)