Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રૈયા ગામમાં દિપકના ઘરમાંથી ૧૧ બોટલ દારૂ મળ્યો, દિપક ન મળ્યો

યુનિવર્સિટી પોલીસે દારૂ કબ્જે કરી ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: રૈયા ગામ પરમાર નિવાસ શેરી નં. ૯માં રહેતાં દિપક વિનોદભાઇ પરમારના ઘરમાં વિદેશી દારૂ હોવાની બાતમી પરથી યુનિવર્સિટી પોલીસે દરોડો પાડતાં ઘરમાંથી રૂ. ૪૪૦૦નો ૧૧ બોટલ દારૂ મળી આવતાં કબ્જે લેવાયો હતો.

ઘરમાં દિપક હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં યુવરાજસિંહ ઝાલા, રાવતભાઇ ડાંગર સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.

(1:02 pm IST)