Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રાજકોટ એરપોર્ટ ઉપર મુસાફર પાસેથી ઝડપાયેલ દોઢેક કિલો સોનું તપાસને અંતે મુકત

આવકવેરા વિભાગે જરૂરી કાગળોની તપાસ હાથ ધરી હતી

રાજકોટ, તા. ૧૭ : ગઈકાલે રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હીથી આવેલી ફલાઈટમાં એક મુસાફર પાસેથી દોઢેક કિલો જેવું સોનુ મળી આવતા તપાસના અંતે આ સોનું કાયદેસરનું હોવાનું માલૂમ પડતા મુકત કરવામાં આવેલ.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે દિલ્હી - રાજકોટ ફલાઈટમાં એક મુસાફર પાસે દોઢેક કિલોનંુ સોનુ મળી આવેલ. આવકવેરા વિભાગે આ મુસાફર પાસે સોનાને લગતા દસ્તાવેજ - બીલ માંગતા થોડા સમયના અંતરે જ રજૂ કરતા સોનુ મુકત કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

(3:30 pm IST)