Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રેન્ટલ હાઉસીંગ યોજનામાં વધુમાં વધુ ભાડુ ૩ હજાર સુધી લેવા અંગેની દરખાસ્તોનો કોંગ્રેસનો વિરોધ

જનરલ બોર્ડમાં એજન્ડાની ૭ અને ૧ અરજન્ટ સહિત ૮ દરખાસ્તો સર્વાનુમતે મંજુર

રાજકોટ તા. ૧૭ : આજે સવારે યોજાયેલ મ.ન.પા.ના જનરલ બોર્ડમાં રેન્ટલ હાઉસીંગ યોજનામાં વધુમાં વધુ ભાડુ ૩ હજાર સુધી લેવા અંગેની દરખાસ્તોમાં કોંગ્રેસે વિરોધ નોંધાવતા આ એક દરખાસ્ત બહુમતીથી તથા એ સિવાયની એજન્ડાની ૭ અને ૧ અરજન્ટ બિઝનેસ સહિત કુલ ૮ દરખાસ્તો સર્વાનુમતે મંજુર થઇ હતી. આ બોર્ડમાં કુલ ૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજે સવારે ૧૧ વાગ્યે મળેલ મ.ન.પા.નાં જનરલ રોર્ડમાં રેન્ટલ હાઉસીંગનાં સૈધ્ધાંતિક નિર્ણયની દરખાસ્ત અને કોન્ટ્રાકટની દરખાસ્તમાં ભાડાની મહત્તમ આવકમાં મોટી વિસંગતતા હોઇ ત્યારે ભાજપ-કોગ્રેસનાં કોર્પોરેટરે ચર્ચા કરવાનાં બદલે કોંગ્રેસે માત્ર કાગળ પર વિરોધ કરતા આ દરખાસ્ત  બહુમતીએ  મંજુર કરવામાં આવી હતી.

આ ઉપરાંત જનરલ બોર્ડમાં અરજન્ટ બિઝનેશમાં રાજકોટ મહાનગર પાલિકાની 'કાર્યપાલક ઇજનરે'ની જગ્યા પર વાય.ક.ગોસ્વામીની નિમણુંક આપવાનું મંજુર કરવા તથા આનંદનગરમાં હાઉસીંગ બોર્ડનાં જર્જરીત કવાર્ટરો તોડવા, સીતાજી, લક્ષ્મણજી ટાઉનશીપનાં શોપીંગ સેન્ટરોમાં દુકાનોની વેચાણ, ઘંટેશ્વર-પરાપીપળીયા ટી. પી. સ્કીમો સહિતની કુલ ૯ દરખાસ્તો  મંજુર કરી બોર્ડ પુર્ણ જાહેર કરેલ.

(3:31 pm IST)