Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કાયદાની આટીઘુંટી સામે સુવર્ણકરોમાં રોષ : હોલમાર્ક સેન્ટરો પણ ત્રાહિમામ : રાજકોટમાં સૌરાષ્ટ્રવ્યાપિ બેઠક

લાંબી અને ઝંઝ્ટભરી પ્રક્રિયાથી હોલમાર્ક સેન્ટરો પરેશાન : કેટલાયે સેંટરોએ કામગીરી બંધ કરી દીધી : હોલમાર્ક અપનાવ્યા બાદ નવા રુલ્સથી જવેલર્સમાં પણ અંજપો : રેકોર્ડ મેઇન્ટેન કરવું ખુબ કપરું

રાજકોટ : હોલમાર્ક કાયદાની આંટીઘૂંટી અને લાંબી પ્રક્રિયાને પગલે સૌરષ્ટ્રભરના સુવર્ણકારોમાં રોષ ફેલાયો છે,પેઢી દર પેઢીથી ચાલતા જવેલરી વ્યવસાયને સરકાર જાણે ટૂંપો દેવા ઇચ્છતી હોય તેવો ભાસ સુવર્ણકારોને થઇ રહ્યાંનું જણાવી સોની વેપારીઓ કાયદાથી ભારે પરેશાન થયાનું કહી રહ્યાં છે

 વેપારીઓ હોલમાર્કને અપનાવી રહ્યા છે અને વર્ષોથી હોલમાર્ક આભૂષણોનો વેપાર કરે છે પરંતુ હવે એચયુઆઈડી દાખલ થતા પણોજણ વધી છે, દરેક દાગીનાને આઈડી નંબર આપવો અને તેનું રેકોર્ડ મેઇન્ટેન કરવું મુશ્કેલ હોવાનું જણાવી રહ્યા છે

 કાયદાની આટીઘૂંટીથી પરેશાન હોલમાર્ક સેન્ટરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે લાંબી અને ઝંઝટવાળી પ્રક્રિયાથી રાજ્યમાં  કેટલાય હોલમાર્ક સેંટરોએ પોતાની કામગીરી અટકાવી દીધી છે , ત્યારે આવતીકાલે રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્રવ્યાપિ મીટીંગનું આયોજન થયેલ છે જેમાં આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે

(10:22 pm IST)