Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નિરામય દીર્ઘ આયુષ્યની કામના સાથે પારીવારીક સ્મૃતિ પણ તાજી કરતા માંધાતાસિંહજી

રાજકોટઃ દેશના વડાપ્રધાન મોદીના એમના જન્મદિવસ નિમિત્તે રાજકોટ ઠાકોર સાહેબ, ભાજપ અગ્રણી શ્રી માંધાતાસિંહ જાડેજાએ અંતઃ કરણ પૂર્વકની શુભેચ્છા પાઠવી છે. તેઓએ કહ્યુ કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે તમામ પ્રકારે વિકાસની નવી ઉષા જોઈ છે. નવું પ્રભાત પ્રગટયું છે. સાદગી, કુનેહ, પૂર્ણતા, જેવા અનેક ગુણને લીધે દેશનો આર્થિક, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ પણ થાય એ માટે નરેન્દ્રભાઈ સદાય પ્રયત્નશીલ રહ્યા છે એ આપણું સદભાગ્ય છે.૨૦૧૨માં રાજકોટના રાજકુમારી, માંધાતાસિંહના પુત્રી મૃગેશાકુમારીના લગ્ન ખિમસરના કુંવર શ્રી ધનંજયસિંહજી સાથે થયાં ત્યારે નરેન્દ્રભાઈ એમાં હાજરી આપવા ખાસ જયપુર પધાર્યાં હતા એ સ્મૃતિ તાજી કરતાં માંધાતાસિંહે કહ્યું છે કે મારા પિતાશ્રી સ્વ.મનોહરસિંહજી જાડેજા અને મારી સાથે નરેન્દ્રભાઈની આ તસવીર અમારા પરિવાર માટે કાયમી સંભારણું છે. મારા પિતાશ્રી સાથે પણ એમને અંગત નાતો હતો. આજના આ દિવસે નરેન્દ્રભાઈને પુનઃસ્વસ્થ અને દીર્ઘ જીવનની તથા ભારતની પ્રગતિમાંએ સદા યોગદાન આપતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

(2:39 pm IST)