Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કયાં ગ્યા ? સ્માર્ટ સીટીના પ્રણેતાઓ : શહેરની મધ્યમાં જ નર્ક સમાન ગંદકી : ડહોળુ પાણી વિતરણ : રોગચાળાનો ભય : લોકરોષ

રાજકોટઃ સ્માર્ટ સીટીની ગુલબાંગો ફેંકનારા શાસકો સામે શહેરની મધ્યે આવેલ વોર્ડ નં. ૭ના ભીલવાસના વિસ્તારવાસીઓમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. ભીલવાસ શેરી નં. ૩ ના રહેવાસીઓએ તેઓના વિસ્તારમાં નર્ક સમાન જીંદગી જીવતા હોવાની આપવીતી અકિલા કાર્યાલય ખાતે દોડી આવીને જણાવી હતી. લતવાસી બહેનોએ મનપાના તંત્રવાહકોની નિંભરતા અંગે જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ આજે પણ અહીની શેરી-રસ્તાઓમાં ગટરનાં ગંદા પાણી ભરેલા છે. કાદવ-કિચડ વચ્ચે ના છુટકે રહેવુ પડે છે. એટલુ જ નહી આ ગટરનું ગંદુ પાણી પીવાના શુધ્ધ પાણીની લાઇન સાથે ભળી ગયું છે. આ બાબતે અનેક વખત મ.ન.પા.નાં વિભાગોમાં ફરીયાદો કરી. આમ છતાં કોઇ અહીં ફરકયુ નથી. તસ્વીરમાં આજે બપોરે પણ ભીલવાસ શેરી નં. ૩ માં ગંદા પાણીની નદી ભરેલી છે. કાદવ-કિચડનું સામ્રાજય નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં આ નર્ક સમાન ગંદકી અંગે રોષ વ્યકત કરી રહેલી ગૃહીણીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:55 pm IST)