Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સાધુ-સંતો દ્વારા બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ સહિતના વકીલોનું સન્માન કરાયુ

મહાદેવ વિશે ટીપ્પણી કરનાર સ્વામિ વિરૂધ્ધ કાનુની લડતના સંદર્ભે

રાજકોટઃ ભગવાન મહાદેવ વિશે અશોભનીય ટીપ્પણી કરનાર સ્વામિ વિરૂધ્ધ કાનુની લડતનો ટેકો આપીયા બદલ આજે દશનામ ગોસ્વામી સમાજના સંતો -મહંતો બાર એસો.પ્રમુખ અર્જુન પટેલ સહિતના વકીલોનું સન્માન કર્યુ હતું. તસ્વીરોમાં અર્જુન પટેલ સહિતના વકીલો અને સાધુ-સંતો જણાઇ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭ : સનાતન ધર્મ વિશે ટીપ્પણી કરનાર આત્મીય વિદ્યાધામ બાકરોલ વલ્લભ વિદ્યાનગરના રહેવાશી આનં સાગર સ્વામિ કે જેઓએ સનાતન ધર્મ વિશે તેમજ ભગવાન મહાદેવ વિશે વાણી વિલાસ કરીને અશોભનીય ટીપ્પણી કરતા સનાતક ધર્મમાં માનનાર હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણી દુભાવી હતી જે બાબતે કાનુની લડતનો ટેકો આપનાર વકીલોનું સાધુ-સંતોએ સન્માન કર્યુ હતું.
આ બાબતે રાજકોટમાંથી મિહિર ઉર્ફે મિલન શુકલએ પોલીસમાં લેખીત ફરીયાદ આપેલ પરંતુ પોલીસે આ બાબતે ગુન્હો દાખલ કરતી ન હોય જેથી રાજકોટ બ્રહ્મસમાજના અગ્રણીઓ દિપક ભટ્ટ વિગેરે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ બાબતે ગુન્હો નોંધાવો જોઇએ તેવી ધાર્મિક લાગણી અને કાયદાકીય માંગણી રજુ કરેલી આથી રાજકોટ બાર એશોના પ્રમુખ અર્જુનભાઇ પટેલના ધ્યાન ઉપર આવતા તેઓએ આ લડતમાં ઝુકાવી વિશાળ સંખ્યામાં તાજેતરમાં પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત કરવા ગયેલા અને કમિશ્નરશ્રીને સફળ રજુઆત કરીને. ધાર્મિક લાગણી દુભાવવાનો આ પ્રથમ દર્શનીય કેસ છે. અને પોલીસ સમક્ષ કોગ્નીઝેબલ ઓફેન્સ ડીસ્કલોઝ થતો હોય ત્યારે  પોલીસ ગુન્હો નોંધાવાનો ઇન્કાર કરી શકે નહિ આમ છતાં બી.ડીવીઝન પોલીસે ગુન્હો નહિ નોંધાતા બાર એસોના પ્રમુખ અર્જુનભાઇ પટેલની રજુઆત સાથે પોલીસ કમિશ્નર સહમત થતા ગુન્હો દાખલ થયો હતો.
આ બાબતે દશનામ ગોસ્વામી સાધુ સમાજના સંતો-મંહતોએ આજે બાર એસોના પ્રમુખ અર્જુનભાઇ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે અર્જુન પટેલે ધન્યતા અનુભવતા જણાવેલ કે, જે સાધુ સમાજને અમે રોજ પગે લાગીને આદર વ્યકત કરીએ છીએ તેમના દ્વારા અમારૂ સન્માન થાય તે મારા વકીલાતનો વ્યવસાયની સફળતા છે વિશેષ જણાવેલ કે ભગવો રંગ સત્યને રંગ છે અને કાળો રંગ સત્યને પ્રકાશમાં લાવવા માટે સર્જાયેલ છે. અને કાળા કોટનો આ ધર્મ છે. વધુમાં જણાવેલ કે, લડતની આ શરૂઆત છે અને લડતનો અંત વાણી વિલાસ કરનારને સજા કરવામાં આવે ત્યારે જ થશ.ે
આ પ્રસંગે બાર એસો.ના પ્રમુખ અર્જુન પટેલ, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પી.સી.વ્યાસ ક્રીમીનલ બારના પ્રમુખ તુષાર તેમજ એડવોકેટ અજયભાઇ ચૌહાણ કમલેશ રાવલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:08 pm IST)