Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પરા-પીપળીયા ખાતે નિર્માણાધિન એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ

રાજકોટ:રાજકોટમાં જામનગર રોડ પર પરા-પીપળીયા ગામ ખાતે નિર્માણાધિન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલ-રાજકોટની આજરોજ જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી વિગતો મેળવી હતી.

 

  આ તકે કલેક્ટરએ અહીં બની રહેલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કાર્યરત કામ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી આ ઉપરાંત ઓપીડી બિલ્ડીંગમાં શરૂ કરવામાં આવેલા વિવિધ વિભાગો જેવા કે ઓબસ્ટ્રેક એન્ડ ગાયનેક, ઓર્થોપેડિક, ઓડિયોમેટ્રી, સ્કીન ડિસીઝ વિભાગ, દાંતનો વિભાગ સહિતની મુલાકાત લીધી હતી. તેમજ "ઈ-સંજીવની" સેવા અંતર્ગત કેવી રીતે દર્દીઓ તથા ડોક્ટરોને માર્ગદર્શન આપવામાં આવે છે તે અંગે ડો. મેહુલ કાલીયાએ કલેક્ટરશ્રીને માહિતગાર કર્યા હતા. હેલ્પડેસ્ક પરના એડમિનીસ્ટ્રેટીવ સ્ટાફ દ્વારા મેનેજમેન્ટ સિસ્ટમ અંગે જાણકારી મેળવી હતી.

 એઈમ્સ હોસ્પિટલના કેમ્પસમાં નિર્માણ પામેલ બોય્સ હોસ્ટેલ અને ગર્લ હોસ્ટેલની મુલાકાત લીધી હતી તેમજ ડાઇનિંગ હોલમાં ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી.

કલેક્ટરની મુલાકાત સમયે ડો. ભાવેશ મોદી, પ્રોફેસર અશ્વિન અગ્રવાલ, રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી  વિવેક ટાંક, એચ.એસ.સી.સીના મેનેજર રૂપેન્દર શર્મા, કોન્ટ્રાક્ટર રાકેશ સિંધ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીરી કે.એન.ઝાલા, જેટકોના અધિકારી મુંગરા સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:18 pm IST)