Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટમાં બિગ બાઝાર પાસે રાત્રે નવ વાગ્યા આસપાસ બેકાબુ બનેલ ઇકો કારે અનેક વાહનોને હડફેટે લીધા: ગાંડીતુર બનેલ કારના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

રાજકોટ : શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બિગ બજાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, બેકાબુ બનેલ ઇકો કારે અનેક વાહનોને અડફેટે લીધા હતા , રાત્રે 9 વાગ્યા આસપાસ બનેલી આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અત્યંત ધમધમતા રોડ પર અકસ્માતની હારમાળા સર્જાતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી

(12:14 am IST)