Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

બ્રિન્‍દા વસાણીના ‘બ્રી કલીન બ્‍યુટી'નો શુભારંભ :નવીનતમ ઓર્ગેનીક પ્રોડ્‍કટ લોન્‍ચ

કુંવરજીભાઇ બાવળીયા, ડો.ભરતભાઇ બોઘરા, રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, કમલેશભાઇ મીરાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા સહિતનાએ વિજયભાઇ અને પૂનમબેન વસાણીની સુપુત્રીના નવા સાહસને બિરદાવ્‍યુ

રાજકોટ તા. ૧૮ :.. મુળ જસદણ તાલુકાના આટકોટના અને હાલમાં રાજકોટ રહેતા ‘અકિલા' પરિવારના વિજયભાઇ વસાણી અને શ્રીમતી પુનમબેના વસાણીની સુપુત્રી તથા નિરવ વસાણીની બહેન ચિ. બિન્‍દ્રા વસાણી દ્વારા તેના નવા સાહસ ‘બ્રી  કલીન બ્‍યુટી' નો શુભારંભ ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની પ્રેરક ઉપસ્‍થિતીમાં કરવામાં આવ્‍યો હતો. આ તકે શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ચિ. બ્રિન્‍દ્રાને અંતરના આશિર્વાદ અને શુભકામનાઓ પાઠવ્‍યા હતાં.

આ તકે ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, રાજકોટના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ‘અકિલા' પરિવારના અને રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા, રાજકોટ કોર્પોરેશનના આરોગ્‍ય સમિતિના  ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, વાઇસ ચેરમેન દક્ષાબેન વસાણી, એન. કે. પ્રોટીન્‍સમાંથી નિરવભાઇ ઠકકર, ગુલાબ સીંગતેલના માલીક મહેન્‍દ્રભાઇ નથવાણી તેમના ધર્મપત્‍ની ભાવનાબેન નથવાણી તેમના સુપુત્રી અવની નથવાણી, અશોકભાઇ મહેતા તેમજ સહિતના સગા અને સ્‍નેહીજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

આ તકે બ્રિન્‍દ્રા વસાણીએ ‘બ્રી કલીન બ્‍યુટી' માં પ્રારંભિક તબકકે, ૮ મુખ્‍ય અને તેમાં ફલેવર સહિત ૧૩, ૧૦૦ ટકા ઓર્ગમીક પ્રોડકટ બજાર મુકવામાં આવેલ છે. જેમાં ટેનિક, મિસ્‍ટ, ફેઇશ વોશ, બોડી બોશન, હેર ઓઇલ બોડી પોલીસર, અંડર આઇ ઓઇલ લિય બામ અને સ્‍ટાર પ્રોડકટ કુમુકુમાદિ ઓઇલ સહિતની વસ્‍તુઓ ઉપલબ્‍ધ  કરાવવામાં આવશે. બિન્‍દ્રા વસાણી ખુબ જ આગવી શૈલીમાં બધી જ પ્રોડકટની ઉપયોગીતાની માહિતી ઉપસ્‍થિત મહેમાનોને આપી હતી.

યુનિવર્સિટી રોડ ઉપર આવેલ નિલ્‍સ ગ્રીન એવન્‍યુ સોસાયટીમાં રાજકીય સામાજીક આગેવાનો  તથા સગા-સ્‍નહીજનો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. અને ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો.

આ તક. ડો. ભરતભાઇ બોઘરાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્‍યું હતું કે રાજકીય અગ્રણી તરીકે નહિ પરંતુ મારા પારિવારીક મિત્ર વિજયભાઇ વસાણીની દિકરીના નવા સાહસને બિરદાવવા આવ્‍યો છું. બિન્‍દ્રાએ તેના જીવનમાં ખુબ જ મહેનત કરીને ભણીગણીને ખુબ જ આગળ વધી છે. અને બ્રી કલીન બ્‍યુટીના નામથી એક સંપૂર્ણ  ઓર્ગનીક પ્રોડકટ બનાવી છે. ર૧ મી સદીમાં જયારે દુનિયા ઓર્ગેનિક-વે તરફ જઇ રહી છે. ત્‍યારે અનુકુળ સમયે સુંદર મજાની પ્રોડકટ ડેવલપ કરી અને આપણી સમક્ષ મુકી છે. ચિ. બિન્‍દ્રાએ ખૂબ નાની ઉંમરે તેમના વિચારોને લોકોની વચ્‍ચે લાવીને આગળ વધી છે. અને મને ચોકકસપણે બિન્‍દ્રાનું અને ‘બ્રી કલીન બ્‍યુટી' બ્રાન્‍ડનું ભવિષ્‍ય ખુબ જ ઉજજવળ દેખાય છે.

ઉદઘાટનમાં આટલુ મોટુ કામ કરવુ તે જ સફળતાની મોટી નિશાની છે. અને ‘બ્રી કલીન બ્‍યુટી' મલ્‍ટીનેશનલ બ્રાન્‍ડ બને તે માટે શુભકામનાઓ પાઠયું છું.

આ તકે અકિલા પરિવારના સિનીયર સદસ્‍ય અને રા. લો. સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે વિજયભાઇ વસાણીની આટકોટથી શરૂ થયેલ. સંઘર્ષની સફરનો હું સાક્ષી છું. મે તેમની મહેનત અને મજબુરી બન્ને જોઇ છે. પરંતુ અથાગ પ્રયત્‍નો અને સરળ લોક ઉપયોગી જીવનથી આજે તે વ્‍યાવસાયિક અને સામાજીક સફળતા સુધી પહોંચ્‍યા છે. વિજયભાઇની મહેનતના ફળ સ્‍વરૂપ તેમના સંસ્‍કાર અને મહેનત રૂપી ‘અમિતરાત' દિકરી બ્રિન્‍દ્રામાં હોય જે. તેમણે જણાવ્‍યું હતું કે દિકરી એટલે લક્ષ્મીજી અને લક્ષ્મીજીને આપણે શું આશિર્વાદ  આપીએ  તેમના આશિર્વાદ આપણને હોય પોતાના ફાર્મ પરથી ૩પ૦ કરતા વધુ ઔષધિઓ  ઓર્ગેનિક વસ્‍તુઓ દિકરી માટે તમામ સહયોગની ખાતરી આપી.

આ તકે ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાએ  જણાવ્‍યું હતું કે દિકરી તરીકે બ્રિન્‍દ્રા જે પ્રોડકટ લઇને આવી છે તે હિંમત ભર્યુ કામ છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મહિલાઓને વ્‍યવસાયમાં  પ્રાધાન્‍ય આપવું જોઇએ અને મહિલાઓ અને આપણી દિકરીઓ વ્‍યવસાયમાં આગળ આવે તે માટે બ્રિન્‍દ્રાના મજબૂત ઇરાદાઓ અંગે હિંમતને ખુબ જ બીરદાવી હતી. અને બ્રિન્‍દ્રા તેના નવા સાહસમાં આગળ વધે તેવી શુભકામનાઓ આપી હતી.

‘બ્રી કલીન બ્‍યુટી' માટે અપબીટ મિડીયા સોલ્‍યુશનના મિતાલી રૂધાણી, ધારા પાબારી, ઓરફીક ઇવેન્‍ટના ડેલીસા મેનેઝીસ, ડીઝાઇનીંગમાં કિનીસા ડીઝાઇનીંગ સ્‍ટુડીયો, વેબસાઇટ માટે વન-ઇન-ટુ-ટુ-ડીઝીટલનો  સહયોગ પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમનું સફળ સંચાલન કુંડલીયા મહિલા કોલેજના પ્રોફેસર શ્રીમતી રાજેશ્રીબેન નથવાણી અને કૃશાલી લાખાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

આ વિશે વધુ માહિતી માટેવેબસાઇટ www.breecleanbeauty.com ઇન્‍સ્‍ટાગ્રામ:@bree.cleanbeauty ઇમેલઃ info @breeclea nbeauty.com ઉપર સંપર્ક કરી શકાય છે.  (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

દિકરી સાસરીયામાં પણ પગભર થઇને ઉભી રહે તેવો કરીયાવર આપોઃ વિજય વસાણી

રાજકોટઃ આ તકે દિકરીના નવા સાહસને પ્રોત્‍સાહન આપવા આવેલ તમામનો બ્રિન્‍દાના પિતા વિજય વસાણીએ આભાર માન્‍યો હતો.

આ તકે વિજય વસાણીએ જણાવ્‍યું હતુ કે આપણે દિકરા-દિકરીમાં કયારેય ભેદ ન રાખવો જોઇએ. દિકરીઓને કરીયાવરમાં સોના-ચાંદીને બદલે શિક્ષણ અને ગણતર આપી તેના પગભર ઉભી રહે તેવા સંસ્‍કારો આપવા અપીલ કરી હતી. બ્રિન્‍દાના સપનાને પાંખો આપવામાં મારા જેટલો જ ફાળો મારા પુત્ર નિરવનો છે. જ્‍યારે પડછાયો પણ તમારી સાથે ન હોય ત્‍યારે પડખે ઉભો રહે તેનુ નામ ભાઇ નિરવ બ્રી ક્‍લીન બ્‍યુટીમાં કો ફાઉન્‍ડર પણ છે દિકરી બ્રિન્‍દાના સપનામાં અને સફળતામાં સૌથી વધારે વિશ્વાસ અને હિંમત નિરવે આપી છે.

 

દરેક માતા-પિતાઍ દિકરીઓને પ્રોત્સાહન આપવું જાઇઍઃ રાજેશ્રીબેન નથવાણી

રાજકોટ : આ પ્રસંગે વિજય વસાણીના કૌટુંબિકભાઇ અને પ્રોફેસર નિર્મલ નથવાણીના ધર્મપત્‍નિ અને કુંડલીયા મહિલા કોલેજના પ્રોફેસર રાજશ્રીબેન નથવાણીએ કાર્યક્રમનું સંચાલન સંભાળ્‍યું હતું.

આ તકે રાજશ્રીબેન નથવાણીએ જણાવ્‍યું હતું કે એક ગર્વાન્‍વિત પુત્રીના પિતાને જ્‍યારે દિકરી વિશે બોલવાનું હોય ત્‍યારે તે ભાવુક બની જતા હોય છે. આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ કે બધા જ પરિવારમાં ડાહી અને હોશીંયાર દીકરી મળે અને તેમને પ્રોત્‍સાહન આપવા વિજયભાઇ અને પૂનમબેન જેવા માતા-પિતા મળે.

આપણી દિકરીઓએ બતાવી દીધુ છે કે, ‘મંઝીલ ઉસે મિલતી હે, જીસ કે સપનોમે જાન હોતી હે.. સિર્ફ પંખો સે નહીં હોંશલોસે ઉડાન હોતી હે'.

(11:41 am IST)