Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કણકોટ ગામે નવરાત્રી દરમ્યાન પ્રૌઢની હત્યાના કેસમાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા.૧૮ : રાજકોટ તાલુકાના કણકોટ ગામે નવરાત્રીમા વાહન હટાવા જેવી નજીવી બાબતે પ્રૌઢને માર મારી મોતને ઘાટ ઉતારવાના ગુન્હામાં જેલ હવાલે રહેલા શખ્સની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

આ કેસની હકીકત મુજબ કણકોટ ગામે નવરાત્રી દરમિયાન જેન્તીભાઇ નામના પ્રૌઢ બાઇક લઇને નીકળ્યા હતા ત્યારે રસ્તામાં અડચણરૃપ બાઇક હટાવવા પ્રશ્ને મનસુખ ઉર્ફે નકો કાનજી ફતેપરા, વિક્રમ પરસોતમ ફતેપરા અને બાળ આરોપી સહિત ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી બાદમાં જેન્તીભાઇનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાતા કમલ ૩૦ર નો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસે વિક્રમ પરસોતમ ફતેપરા અને બાળ આરોપી સહિત ચારેય શખ્સોની ધરપકડ કરી તપાસ પુર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ હવાલે રહેલા વિક્રમ પરસોતમ ફતેપરા નામના શખ્સે જામીન પર છુટવા અદાલતમાં અરજી કરી હતી જે જામીન અરજી સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ કરેલી દલીલ ગ્રાહ્ય રાખી અધિક સેશન્સ જજ જે.ડી.સુથારે વિક્રમ ફતેપરાની જામીન અરજી ફગાવી દીધી છ.ે

આ કેસમાં સરકાર પક્ષે સરકારીવકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતા.

(3:51 pm IST)