Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ટ્રાફીક નિયમોનું પાલન કરી તમારી જાતને સલામત બનાવો : લોકોને પોલીસ કમિશ્નર ભાર્ગવની અપીલ

રા જકોટ, તા., ૧૮:  ગઇકાલે સાંજે ૪.૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે ૩૩ માં માર્ગ સલામતી સપ્તાહ સમાપન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મેયરશ્રી પ્રદીપ ડવ, ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ  ટીલાળા, ડો.દર્શીતાબેન શાહ, શ્રી ઉદય કાનગડ, કલેકટર શ્રી અરૂણ રમેશ બાબુ, મ્‍યુનીસીપલ કમિશ્નર શ્રી અમીત અરોરા, પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, એડીશ્નલ સીપી શ્રી સૌરભ તોલંબીયા, ડીસીપી શ્રી ક્રાઇમ પાર્થરાજસિંહ  ગોહીલ, શ્રી સજ્જનસિંહ પરમાર, આરટીઓ શ્રી ખપેડ, ટ્રાફીક ડીસીપી પુજા યાદવ, એસીપી શ્રી ઓ ટ્રાફીક સ્‍ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા. નિબંધ સ્‍પર્ધા, ડ્રોઇંગ સ્‍પર્ધા તથા કવીઝમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો આપવામાં આવ્‍યા હતા.

સપ્તાહ દરમિયાન ટ્રાફીક નિયમનના પાલન માટે લોકજાગૃતી લાવવા માટે યોજાયેલા કાર્યક્રમોની માહીતી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપી હતી અને લોકોને ટ્રાફીક નિયમનના પાલન થકી પોતાની જાતને સલામતી બક્ષવાનો અનુરોધ કર્યો હતો.

(3:57 pm IST)